Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સયાજીરાવ યુવાવસ્થાથી જ પ્રખર આર્થિક રાષ્ટ્રવાદી હતા

ગુજરાતનાં પ્રખર રાષ્ટ્રવાદી કેળવણીકાર અંબાલાલ શંકરલાલ દેસાઇ ઔદ્યોગિક પ્રદર્શનની રીસેપ્શન કમિટિનાં પ્રમુખ હતા. તેમણે છેક ૧૮૭૬માં અમદાવાદમાં 'સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળી' સ્થાપી હતી. અંબાલાલનું હીર પારખીને સયાજીરાવ ગાયકવાડે તેમની નિમણૂંક વડોદરાનાં ન્યાયાધીશ તરીકે કરી હતી સયાજીરાવ ગાયકવાડ યુવાવસ્થાથી જ પ્રખર આર્થિક રાષ્ટ્રવાદી હતા. જે જમાનામાં વડોદરાની પ્રજા વેપાર અને શરાફી ધંધાથી આગળ વધી ન હતી.

તે જમાનામાં ૧૮૮૫માં સયાજીરાવ ગાયકવાડે 'સ્ટેટ એન્ટરપ્રાઇઝ' તરીકે ઉપયોગ કરીને સુતરાઉ કાપડની મીલ સ્થાપી હતી. તેનાં ઉદ્ઘાટન સમયે તેમણે કહ્યું હતું કે જ્યારે પણ કોઇ સાહસીકને તે ખરીદવી હશે ત્યારે હું તદ્દન કીફાયત ભાવથી તેને વેચી દઇશ, ત્યારબાદ ૧૯૯૦માં પ્રખ્યાત વૈજ્ઞાાનિક પ્રો. ટી.કે. ગજ્જરની મદદથી તેમણે વડોદરામાં ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (કલાભવન)ની સ્થાપના કરી હતી. જે આજે વડોદરાની સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ એન્જિનીયરીંગ એન્ડ ટેકનોલોજી તરીકે મશહૂર છે.

આવાં કારણોસર કોંગ્રેસનાં નેતાઓએ ઔદ્યોગિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવા માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડને ખાસ આમંત્રણ આપ્યું હતું. સયાજીરાવ ગાયકવાડનાં અંગ્રેજ શિક્ષકોએ તેમને પશ્ચિમની પોલિટિકલ ઈકોનોમીથી વાકેફ કર્યા હતા. પણ તેની સાથે સાથે સયાજીરાવ સ્વામી દયાનંદ સરસ્વતી અને રાષ્ટ્રવાદની ભાવનાથી ભરેલા આર્યસમાજ ંઆંદોલનથી પણ પ્રભાવીત થયા હતા.
 

Post Comments