Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુલામીએ દીઠું એક સપનું ગુલાબી :

- વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ અને ૧૯૦૨માં અમદાવાદનું ઔદ્યોગિક પ્રદર્શન

અમદાવાદ એટલે તો શરૃઆતથી જ ભારતનું વ્યાપારી અને ઔદ્યોગિક નગર બ્રિટીશ શાસનની શોષણખોર આર્થિક નીતિ હોવા છતાં તેણે નવી ટેકનોલોજીને આધારે સુતરાઉ કાપડની મીલનો ઉદ્યોગ વિકસાવ્યો હતો ૧૯૦૦ સુધીમાં તો અમદાવાદે 'હિંદના માન્ચેસ્ટર' તરીકે વિશ્વમાં પ્રતિષ્ઠા જમાવી હતી. આવાં કારણોસર જ્યારે ડીસેમ્બર ૧૯૦૨માં કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં ભરાયું ત્યારે પહેલી જ વખત દિલ્હી દરવાજાની બહાર હઠીસિંહના દહેરાસરની સમીપમાં અખીલ ભારતીય ઔદ્યોગિક પ્રદર્શન યોજાયું હતું.

આ બન્ને ઘટનાઓ વખતે ફીરોજશા મહેતા, ગોપાલકૃષ્ણ ગોખલે, ઉદ્યોગપતિઓ ચીનુભાઇ બેરોનેટ, લાલભાઇ દલપતભાઇ, મનસુખભાઇ ભગુભાઇ, રમછોડલાલ ગીરધરલાલ માણકીવાલા, બાલાભાઇ દામોદરદાસ અને મંગળદાસ ગીરધરદાસ ઉપરાંત રમણભાઇ નીલકંઠ અને તેમનાં પત્ની વિદ્યાબહેન, ડૉ. સુમન્ત મહેતા અને તેમનાં પત્ની શારદાબેન, ડૉ. હરીપ્રસાદ વ્રજરાય દેસાઇ, ડૉ. જોસેફ બેન્જામીન, સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠી, અબ્દુલ લતીફ શરીફ, શેઠ અબ્દુલ રહેમાન અને સોલીસીટર ભાઇશંકર નાનાભાઇ પધાર્યા હા.

આ સમય બ્રિટીશ સામ્રાજ્યવાદની ખતરનાક આર્થિક નીતિની અસરોથી ખરડાએલો હતો. કૃષિ તથા ઉદ્યોગોનો વિનાશ થયો હતો. અંગ્રેજોની જકાત પધ્ધતિ અને મુક્ત વ્યાપારની નીતિને લીધે કાપડ તો શું, કાગળ, સાહી, પેન્સીલ, રબર, સાબુ અને ટાંકણી સુધ્ધાં ઈંગ્લેંડથી હિંદના બજારોમાં ઠલવાતા હતા.

આવા સંજોગોમાં સુરેન્દ્રનાથ બેનરજીનાં પ્રમુખપદ હેઠળ કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં મળ્યું અને તે જ સમયે વડોદરા રાજ્યનાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઔદ્યોગિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. ૧૯૦૧માં ગ્રેજ્યુએટ થએલી બહેનો વિદ્યાબહેન અને શારદાબહેને કોંગ્રેસ મંડપમાં ''ભારત ભૂમિનું જયકિર્તન'' રાષ્ટ્રગીત લલકાર્યું.

''ભલી સર્વ ભારતના  સંતાન, એક તન મન પ્રાણ,

ગાઓ ભારતનાં યશોગાન, ભારત ભૂમિ નહિ કોઇ સ્થાન ધારી ચિત્ત ગણના સમાન, ગાઓ ભારતના જયગાન !''
 

Post Comments