Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફેશનથી બોડી પોઝિટિવિટીનો મેસેજ આપવાનો પ્રયાસ

ફેશન બ્લોગિંગ, જેન્ડર ઈક્વાલિટી, વુમન એમ્પાવરમેન્ટ જેવા મુદ્દાઓ ઉપર આખા દેશની મહિલાઓ સાથે ઈન્ટરેક્શન કરે છે

ડૉ. ફાલ્ગુની વસાવડા ઓઝા આમ તો માઈકામાં પ્રોફેસર છે પણ તેમના પેજ ફાલ્ગુનીસ ફેશનફંડાએ તેમને એક વિશેષ ઓળખ આપી છે. આ પેજમાં તેઓ ફેશન બ્લોગિંગ તો કરે જ છે સાથે બોડી પોઝિટિવિટી, જેન્ડર ઈક્વાવિટી, વુમન એમ્પાવરમેન્ટ વગેરે જેવા મુદ્દાઓ ઉપર આખા દેશના વિવિધ ભાગની મહિલાઓ સાથે ઈન્ટરેક્શન પણ કરે છે.

આ અંગે તેમનું કહેવું છે કે અલગ અલગ શેપ ધરાવતી વ્યક્તિઓ પોતાના શરીરના આકારને લઈને લઘુતાગ્રંથિ ન અનુભવે એ વાતને ધ્યાનમાં રાખીને બોડી પોઝિટિવિટી ફેલાવવાના ઉદ્દેશ સાથે પ્લસ સાઈઝ ફેશન મોડલિંગ શરૃ કર્યું હતું, જેમાં મેં વિવિધ ટાઈપના વસ્ત્રો, અલગ-અલગ લિપસ્ટિકના શેડ્સ, હેર કલર અને એસેસરીઝ વગેરે સાથે એક્સપિરિમેન્ટ્સ કર્યા હતા. હવે હું સાડીના વિવિધ લુક્સ ટ્રાય કરું છું.

જેમ કે ટી શર્ટ-સાડી, શ્રગ-સાડી, શર્ટ-સાડી વગેરે વગેરે... સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે ફેશનેબલ બનવું એ ખર્ચાળ હોય છે પણ હું માનું છું કે જો તમે જાતે ઈન્વોલ્વ થાવ તો તમારા બજેટમાં પણ ફેશનેબલ લૂક ક્રિએટ કરી જ શકાય છે.

મારા ફેસબૂક પેજના માધ્યમથી હું દર રવિવારે આસ્ક મી એનિથીંગ એવું કેમ્પેઈન ચલાવું છું જેમાં દેશભરની મહિલાઓ સાથે કનેક્ટ થવાનો મને ચાન્સ મળે છે. મારું માનવું છે કે એક વાર તમે તમારી જાતને એક્સેપ્ટ કરી લો તો કોન્ફિડન્સ આપોઆપ આવી જાય છે.

ડૉ. ફાલ્ગુની વસાવડા ઓઝા, પ્રોફેસર, માઇકા

Post Comments