Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ન સાથ ન સહારો, સુહાગ વિના પણ સુખનું સરનામું એમણે શોધી કાઢયું

સદીઓથી સમગ્ર વિશ્વમાં નારીઓએ પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે. એમાં પણ કંઇ કમ નથી પરંતુ દુઃખની વાત તો એ છે કે ઉંમર થાય એટલે તેને લગ્નના તાંતણે બંધાવવાની ફરજ પાડવામાં આવે છે. તે અપરણિત રહીને પોતાના સપનાં સાકાર કરવાની હાકલ કરે તો સમાજ તેને સહજ રીતે સ્વીકારતો નથી. ી માટે લગ્ન એ જ કંઇ જીવનનું પેરામીટર નથી. આપણા વચ્ચે એવી ઘણી મહિલાઓ છે જે પાંચ દાયકા વટાવી ચૂકી છે અને અપરણિત રહીને એક મુકામ સુધી પહોંચી છે.

વ્યવસાયે ડૉક્ટર, સ્કૂલ-કોલેજમાં ફ્રી એજ્યુકેશન આપે છે

સ્કૂલો અને કોલેજોમાં હેલ્થ અંગે વિનામૂલ્યે એજ્યુકેશન આપતા ડૉ. રાજલબહેન બે દાયકાથી શારદાબહેન હોસ્પિટલમાં ગાયનેક તરીકે ફરજ અદા કરે છે. ફોટોગ્રાફી, બર્ડવોચિંગ અને ટ્રાવેલિંગનો શોખ ધરાવતા રાજલબહેન કહે છે, 'નાનપણથી જ માતાપિતા દ્વારા છોકરીના મગજમાં એવું ઠસાવવામાં આવે છે કે 'મોટા થઇને તારે સાસરે જવાનું છે.' તેથી પરણીને ઠરીઠામ થઇ જવું એ જ એના જીવનનો ધ્યેય બની જાય છે. લગ્ન કરવા કે ન કરવા એ યુવતીએ પોતે નક્કી કરવાનું હોય છે.

તે જીવનનું પેરામીટર નથી. મારી વાત કરું તો પેરેન્ટસે મને ક્યારેય લગ્ન કરવા માટે દબાણ કર્યું નથી. મારે ડૉક્ટર બનવું હતું, મારા સપનાંઓને સાકાર કરવા હતા. જેની તક તેમણે આપી છે. એટલું જ નહીં મારા ટ્રાવેલિંગના શોખને પોષવામાં પણ પૂરતો સપોર્ટ આપ્યો. હું એવું માનું છું કે પેરેન્ટર્સે દીકરીઓને તક આપવી જોઇએ. જો તક મળે અને તે ધારે તો અંતરિક્ષ સુધી પહોંચી શકે એમ છે.

27 વર્ષથી મેનેજિંગ ડિરેક્ટર છે  અને એવોર્ડ વિજેતા ફોટોગ્રાફર

૨૭ વર્ષથી મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા સોનલબહેન દલાલ એક સારા ફોટોગ્રાફર છે, જેમાં તેઓ ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. 'મને ભણતરમાં રસ હતો અને જિંદગી મારી રીતે જીવવી હતી તેથી મેં લગ્ન ન કરવાનું નક્કી કર્યું.' એવું સોનલબહેનનું માનવું છે, તે કહે છે, 'લગ્ન કરવા એ જિંદગીની જરૃરિયાત નથી. યોગ્ય પાત્ર મળે તો લગ્ન કરો પણ કરવા જ જોઇએ એ હેતુથી લગ્ન ન કરવા જોઇએ.

મેં જ્યારે મારો મત ઘરમાં જણાવ્યો ત્યારે સહજ રીતે તેનો સ્વીકાર કરવામાં આવ્યો. તમે પરણિત હોવ કે અપરણિત સમાજના લોકો તમારા વિશે બોલતા બંધ નથી થવાના. તેથી એ તરફ ધ્યાન આપવાના બદલે જીવનમાં કંઇક એચીવ કરવાનું નક્કી કરો અને તેમાં સફળતા મેળવશો તો આપોઆપ લોકોનો તમારા તરફનો દ્રષ્ટિકોણ બદલાઇ જશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ પેથોલોજી લેબમાં HOD,  સ્ટેમ સેલ થેરપી અંગે સંશોધન કર્યા છે

એક વખતમાં ભરતનાટયમમાં આરંગેત્રમ કરનારા અને કોલેજકાળમાં બેડમિન્ટનના સારા પ્લેયર રહી ચૂકેલા ડૉ. અરુણાબહેન વણિકર સિવિલ હોસ્પિટલમાં કિડની વિભાગમાં પેથોલોજી લેબમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે કાર્ય કરે છે.

તેમણે દર્દીના દર્દને દૂર કરવા માટે અનેક સંશોધનો કર્યા છે, જેમાં સ્ટેમ સેલ થેરપીનો સમાવેશ પણ કરી શકાય. પોતાની ઉત્તમ કામગીરી બદલ અનેક એવોર્ડ મેળવી ચૂકેલા ડૉ. અરુણાબહેન કહે છે,'લગ્ન બાદ ી પર ઘરની અને કુંટુંબની જવાબદારીઓ વધી જતી હોય છે. એ જવાબદારીના પ્રેશરને લીધે ઘણી વખત તે કરિયર પર ધ્યાન આપી શકતી નથી.

અપરણિત ી ઉપર પણ જવાબદારીઓ તો હોય છે પરંતુ પ્રેશર નથી હોતું. તેથી મેં પહેલેથી લગ્ન નહીં કરવાનું નક્કી કર્યું હતું. મારા પેરેન્ટ્સ ભણેલા હતાં તેથી તેમણે મને સમજીને સપોર્ટ આપ્યો. તેનામાં કોન્ફિડન્સનો અને ભણતરનો અભાવ છે. તેને દૂર કરીને પોતાનું સ્થાન મેળવવું જોઇએ.'
 

Post Comments