Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

city news

યુરોપ-ઇન્ડિયા આઇપી ફેસિલિટેશન ફોરમની રાષ્ટ્રીય નિષ્ણાતની પેનલમાં એટર્ની શ્રી જતીન ત્રિવેદીની નિમણૂક

ધ યુરોપિયન બિઝનેસ એન્ડ ટેકનોલોજી સેન્ટર (ઇબીટીસી) દ્વારા યુરોપ ઇન્ડિયા આઇપી ફેસિલિટેશન ફોરમમાં રાષ્ટ્રીય નિષ્ણાત તરીકે અમદાવાદના અગ્રણી એડવોકેટ અને પેટન્ટ એટર્ની શ્રી જતીન ત્રિવેદીની નિમણૂક કરી છે.

આ ફોરમમાં સમગ્ર ભારતમાંથી ત્રણ વ્યક્તિઓને આમંત્રણ મળ્યું છે, જેમાં ગુજરાતમાંથી માત્ર શ્રી જતીન ત્રિવેદીનો જ સમાવેશ થાય છે. આ પેનલમાં શ્રી ત્રિવેદીની હાજરીથી યુરોપ ઇન્ડિયા આઇપી ફેસિલિટેશન ફોરમના ઉદ્દેશો પૂર્ણ કરવા સહાય કરશે.

વર્ષ ૨૦૧૯ના સીવી તરીકે સુપર કેરીને માન્યતા પ્રાપ્ત

વર્ષ ૨૦૧૭ના તાજેતરના સીવી વાર્ષિક પુરસ્કારોમાં, મારૃતિ સુઝુકી સુપર કેરી લાઇટ કોમર્શિયલ વ્હિકલને બે પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા. પ્રથમ એવોર્ડ વર્ષ ૨૦૧૭નો એસસીવી અને ત્યારબાદ વર્ષ ૨૦૧૭નો સૌથી ટોચનો એવોર્ડ હતો. કોમર્શિયલ વ્હિકલ ઓફ ધ યર ૨૦૧૭. મારૃતિ સુઝુકીના કોમર્શિયલ અને રૃરલ માર્કેટિંગના જનરલ મેનેજર અરૃણ અરોરાએ કહ્યું કે હું ખુશ છું કે નવા આવેલા ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા આ પ્રતિષ્ઠિત માન્યતા મળી રહી છે.

શહીદોને શ્રદ્ધાંજલિ આપી સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી  

બેસ્ટ ઇંગ્લિશ સ્કૂલનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોએ દેશભકિત ગીતો, વીર શહીદોને શ્રદ્ધાંજલિ, પર્યાવરણ સુરક્ષા જેવા વિષયો પર પરફોર્મન્સ આપ્યા હતા.

ગુજરાત ભાવસાર સમાજનો ૧૫મો સમૂહલગ્ન યોજાયો

ગુજરાત ભાવસાર સમાજના સમૂહલગ્નનું આયોજન  મુખીની વાડીમાં  વટવા રોડ ઇસનપુર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ૧૨ નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડયાં હતા. આ પ્રસંગે ટ્રસ્ટી, કારોબારી  સભ્ય તથા અન્ય લોકો હાજર રહ્યા હતા.

રઘુનાથ શૈક્ષણિક સંકુલનો વાર્ષિકોત્સવ

રઘુનાથ હિન્દી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય કુમાર અને કન્યા, આર.જી.યાદવ ઇંગ્લિશ હાયર સેકન્ડરી સ્કૂલ તેમજ પ્રાથમિક વિદ્યાલયના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓએ સોશિયલ અવેરનેસનો મેસેજ  આપતા સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યા હતા.

સાલ એન્જિનિયરિંગમાં ગુ્રપ ડેનું સેલિબ્રેશન કરાયું

સાલ એન્જિનિયરિંગ કોલેજમાં ગુ્રપ ડેના સેલિબ્રશનમાં સ્ટુડ્ન્ટસે ખાસ પ્રકારના પોશાકમાં સજજ થઇ ફ્રેન્ડ્સના ગુ્રપ સાથે કેમ્પસમાં એન્ટ્રી કરી હતી.

ટ્રાફિક અવેરનેસ રેલી યોજાઇ

સી.યુ.શાહ કોમર્સ કોલેજ એન.એસ.એસ.ના સ્ટુડ્ન્ટસે શહેરના વિવિધ ચાર રસ્તા પર હેલ્મેટ જાગૃતિ, અકસ્માતથી રક્ષા માટે હેલ્મેટ જરૃરી છે તેની જાણકારી લોકોને આપી હતી તેમજ હેલ્મેટ ન પહેરનાર લોકોને ગુલાબનું ફૂલ આપીને 'તમારા માટે નહી પણ તમારા પરિવાર માટે હેલ્મેટ પહેરો' એવું સૂચન કર્યું હતું સાથે વર્તમાન સમયમાં થતા અકસ્માતો તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની માહિતી  આપી હતી.

જવાહર નવોદય વિદ્યાલયમાં વિજ્ઞાન દિવસની ઉજવણી

જવાહર નવોદય વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાાન દિવસની ઉજવણી કરવા શિક્ષકોએ વિદ્યાર્થીઓને વૈજ્ઞાાનિક સી.વી.રામન વિશે તથા વિજ્ઞાાનની અવનવી ઘટનાઓ અંગે માહિતી આપી અને વિજ્ઞાાનમાં રૃચિ વધારવા પ્રોત્સાહન આપ્યું હતું.
 

Post Comments