Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

after 40એકલતાને દૂર કરવા બિઝનેસની બારાખડી ઘૂંટીને સફળતા મેળવતી ગૃહિણીઓ...

ગૃહિણી તરીકેની ભૂમિકા અદા કરતી મહિલાઓ માટે સંતાનો જ તેમની દુનિયા હોય છે. તે તેની આસપાસ વેલની જેમ વીંટળાયેલી રહે છે પરંતુ સંતાનો જ્યારે મોટા થઇ જાય છે અથવા ભણવા બહારગામ જતાં રહે ત્યારે વીંટળાયેલી વેલ રૃપી માતા કરમાવા લાગે છે.

વળી એ સમયગાળો ચાલીસી પછીનો હોય છે, જેમાં મેનોપોઝ શરૃ થઇ જતો હોય છે. આવી સ્થિતિમાં તેને એકલતાં કોરી ખાય અને હતાશા કે ડિપ્રેશનમાં સરી પડે એવું પણ બનતું હોય છે. આજે 'વુમન્સ ડે' ના દિવસે આપણે એવી મહિલાઓની વાત કરીશું જેણે ચાલીસી પછી ગૃહિણીમાંથી બિઝનેસ વુમન બનીને પોતાની આગવી ઓળખ ઊભી કરી..

બાળકો મોટા થઇ ગયા બાદ ખાલી સમયને વેડફવા કરતા પોતાની ઓળખ ઊભી કરવી જોઇએ

ફ્લેવર બિઝનેસ

મેન્યુફેક્ચરિંગથી માંડી માર્કેટિંગ એમ તમામ કામ એકલા હાથે સંભાળે છે

બિઝનેસ કરતાં પરિવારમાં ઉછર્યા હોય એટલે લોહીમાં બિઝનેસ હોય. હૃદયના એક ખૂણે  બિઝનેસ કરવાની ખૈવના છૂપાયેલી હોય. એવી જ ખૈવના સંતોષબહેન શાહના મનમાં પણ હતી.  જે અંગે વાપુરમાં રહેતા સંતોષબહેન કહે છે, 'મેં જ્યારે બિઝનેસ કરવાનું નક્કી કર્યું,

ત્યારે મારી ઉંમર ૪૫ વર્ષ હતી. મને હસબન્ડના બિઝનેસમાં જોડાઇ જવાનું કહેવાયું. પણ મારે મારું પોતાનું કંઇક કરવું હતું. એ પણ ફૂડમાં, કારણ કે એમાં અને ફ્લેવર બનાવવામાં મારી માસ્ટરી હતી. છેવટે નટ્સને રોસ્ટેડ કરી એની ઉપર વિવિધ પ્રકારની ફ્લેવરનું કોટિંગ કરી યુનિક અને હેલ્ધી વસ્તુ તૈયાર કરી. જેને વિદેશોમાં એક્સપોર્ટ કરું છું અને અહીં કોર્પોરેટ સેકટરમાં ગીફ્ટ પેક કરી આપવાનું મોટાપાયે કામ ચાલે છે.'

મેરેજ પછી જોબ નહીં કરવાની શરતે લગ્ન કર્યા પરંતુ નાસ્તાની આઇટમો બનાવવાની ફાવટે બિઝનેસમાં ઝંપલાવ્યું

ખાખરા બિઝનેસ

હાલ વિવિધ નવ પ્રકારની ફ્લેવરના ખાખરાનું પ્રોડક્શન થાય છે

૪૬ વર્ષના જૈમીની શાહ પાલડીમાં રહે છે. લગ્ન પહેલાં તેઓ જોબ કરતાં હતાં. મેરેજ પછી જોબ નહીં કરવાની શરતે તેમના લગ્ન થયા હતા. સંયુક્ત પરિવાર અને પછી સંતાનોના ઉછેરમાં જૈમીની બહેનને પગભર થવાની જરૃર ન લાગી. તેઓ કહે છે, 'દિકરાઓ મોટા થયા અને મેનોપોઝ શરૃ થયો એ દરમિયાન મને હેલ્થના અમુક પ્રોબ્લેમ ઊભા થયા.

હું ડિપ્રેશનમાં સરી ન પડું એ માટે ડૉક્ટરે મને મનગમતી એક્ટિવિટી કરવાની સલાહ આપી. મને નાસ્તામાં સારી ફાવટ હતી તેથી મેં શરૃઆત વિવિધ પ્રકારના નાસ્તા બનાવવાથી કરી. મેં ગર્વમેન્ટ દ્વારા એન્ટરેપ્રિન્યોર માટે ચાલતો સીઇડીનો કોર્સ કર્યો. જે દ્વારા બિઝનેસની સમજ કેળવાઇ. એ પછી જગ્યા લઇને ખાખરાનું પ્રોડક્શન શરૃ કર્યું છે. આજે નવ પ્રકારની ફ્લેવરના ખાખરા બનાવું છું.'

ચાર દાયકા બાદ પગભર થવા ઘરની બહાર પગ મૂક્યો ત્યારે અસુરક્ષિત લાગતું હતું


મીઠાઈ બિઝનેસ

દિવાળીમાં મીઠાઈ બનાવવાથી શરૃઆત કરી, આજે યુનિક મીઠાઈનો બિઝનેસ સંભાળે છે

ડ્રાઇવ ઇન વિસ્તારમાં રહેતા બેલાબહેન કહે છે કે, 'મને રિસ્પોન્સ સારો મળતા ચોકલેટ્સ, ખજૂરની વિવિધ પ્રકારની મીઠાઇ, ઇનોવેટિવ ડ્રાયફ્ટર્સ, ફ્યુઝન સ્વીટર્સ, ઓટ્સની કુકિંઝ, જાર ડેઝર્ડ વગેરે જેવી યુનિક વસ્તુઓ જે બજારમાં ન મળતી હોય અને લાંબા સમય સુધી સારી રહે એ બનાવવાનું શરૃ કર્યું.' ૪૭ વર્ષે ઘરેથી શરૃ કરેલા આ બિઝનેસને એક દાયકો થઇ ગયો છે.

હવે તેમનો બિઝનેસ સેટલ થઇ ચૂક્યો છે. એ દરમિયાન તેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડયો. હતાશ પણ થયા પરંતુ ધીરજ રાખીને એમાંથી બહાર નીકળી ગયા. તે કહે છે,'ચાર દાયકા પછી પગભર થવા ઘરની બહાર પગ મૂક્યો ત્યારે અનકફ્ટેબલ લાગતું હતું. સેટ થતા ઘણી વાર લાગી. હું એવું માનું છું કે લાઇફમાં ચેલેન્જ આવે તેને સ્વીકારી આગળ વધીએ તો સફળતા અચૂક મળે છે.'

આ ઉંમરે શું બિઝનેસ કરશો, એવું કહી લોકો મજાક ઉડાવતા

હાઉસકિપિંગ મેનેજમેન્ટ

ફિનાઈલ બનાવવાથી શરૃઆત કરી, અત્યારે વિવિધ સરકારી કચેરીઓમાં હાઉસકિપિંગની ચીજવસ્તુઓ પહોંચાડે છે

શાહીબાગમાં રહેતા કાંચનાબહેને ૪૭ વર્ષે પગભર થવાનું નક્કી કર્યું. તેથી લોકો તેમની મજાક ઉડાવતા. તેઓ કહે છે,'મેં જ્યારે બિઝનેસ કરવાની ઇચ્છા રજૂ કરી ત્યારે બધાને એવું હતું કે આ બાઇ આ ઉંમરે શું કરી શકવાની હતી. થાકશે એટલે બેસી જશે પણ તેમના આવા પ્રકારના વર્તને મારી હિંમતમાં વધારો કર્યો અને મેં શરૃઆત ફિનાઇલ બનાવવાના બિઝનેસથી કરી.

એ પછી તો ધીરે ધીરે હાઉસ કિપિંગની તમામ ચીજવસ્તુઓ બનાવવા લાગી. તેનું હોલસેલમાં વેચાણ કરવા હોસ્પિટલોમાં, કોર્પોરેટ સેક્ટરમાં ઘણા ધક્કા ખાવા પડયાં પરંતુ પછી જેમ જેમ લોકોનો વિશ્વાસ કેળવતી ગઇ તેમ તેમ મને ઓર્ડર મળતાં ગયાં. તેની સાથે મેં હાઉસ કિપિંગ મેનેજમેન્ટ અને મેન સપ્લાયનું કામ શરૃ કર્યું. હાલમાં હોસ્પિટલો, ક્લેક્ટર ઓફિસ, કાકરિયા કાનવલ, ગર્વમેન્ટ ડિપાર્ટમેન્ટ, અંબાજી મંદિર, ડિફેન્સના પાંચ સેક્ટર, કોર્પોરેટ ઓફિસ એમ વિવિધ જગ્યાએ  કોન્ટ્રાક્ટ ચાલે છે.'
 

Post Comments