Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આપણે ત્યાં 'રિટાયર્ડ હોમ'ની શરૃઆત કરવાની જરૃર છે

વૃદ્ધાશ્રમમાં રહેતા ૭૦ વર્ષના પુરુષ અને ૬૦ વર્ષના સ્ત્રી પર લખાયેલી 'સિલ્વર ડ્રિમરર્સ' નામની બૂક પર નવરંગપુરા સ્થિત એક કાફેમાં ટૉક યોજાઇ હતી

સમાજના બગડતા જતા કલ્ચર અને વિભક્ત પરિવારના કન્સેપ્ટના લીધે આજે સમાજવ્યવસ્થાના એકાંકી એટલે પરિવારની વ્યાખ્યા જ બદલી ગઇ છે. સમયના પરિવર્તન સાથે વૃદ્ધાશ્રમની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. પરિવારના આંતર કલહને કારણે આજે વૃદ્ધો નાધારા બની ગયા છે.

શહેરની સિનિયર નોવેલ લેખિકા કુસુમ ચોપરાએ એક આવા જ વિષય સિનિયર રોમાન્સ પર 'સિલ્વર ડ્રિમરર્સ' નામની બૂક લખી છે. આ બૂકમાં ૭૦વર્ષના પુરુષ અને ૬૦વર્ષના સ્ત્રી એક વૃદ્ધાશ્રમમાં રહે છે. અહીં વૃદ્ધાશ્રમમાં જ એક બીજાને જાણતા થાય છે અને કેવી રીતે આટલી મોટી ઉંમરે એકબીજાને કન્વિન્સ કર્યા હશે.

મોટી ઉંમરે નવી ઇનિંગની શરુઆત અને નવા પ્રેમની શરુઆત અનેરી છે. આવનાર સમયમાં પારિવારીક પ્રશ્નો અને મિત્ર વર્તુળમાં નવી ઇમેજ ઉભી થાય છે. આવી એક રોમેન્ટીક સ્ટોરી વર્ણવાઇ છે. કુસુમ ચોપરા કહે છે કે આપણે ત્યાં હિન્દુસ્તાનમાં વૃધ્ધોની સંખ્યા વધતી જાય છે. પણ વૃધ્ધો વિષે કોઇ વિચારતા જ નથી મને ઇચ્છા થઇ કે આવી કોઇ બૂક લખુ અને વૃધ્ધોનું પણ જીવનમાં નવો રોમાન્સ આવે.  

Post Comments