Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બે ફુટની ઉંચાઇ, સાંભળવા અને જોવામાં પણ તકલીફ હોવા છતા હર્ષ ધોરણ ૧૦ની પરીક્ષા આપી રહ્યો છે

ગુજરાત બોર્ડની પરીક્ષાઓનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે વિવિધ ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગો પણ સ્વાભિમાન સાથે કંઇક આગળ વધાવાની ભાવનાથી પોતાના સપનાઓ સાબિત કરવા પરીક્ષા આપી રહ્યા છે. મહેસાણામાં જન્મેલા અને અમદાવાદના ગોમતીપૂરમાં મોટા થયેલા હર્ષ ચૌહાણની

ગુજરાત બોર્ડની પરીક્ષાઓનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે વિવિધ ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગો પણ સ્વાભિમાન સાથે કંઇક આગળ વધાવાની ભાવનાથી પોતાના સપનાઓ સાબિત કરવા પરીક્ષા આપી રહ્યા છે. મહેસાણામાં જન્મેલા અને અમદાવાદના ગોમતીપૂરમાં મોટા થયેલા હર્ષ ચૌહાણની વાત પણ અનેરી છે. માત્ર બે ફુટની ઉંચાઇ, રાત્રે આંખે  દેખાય નહી, ખૂબ જ ઓછુ સંભળાય, હાર્ટ અને ફેફસાની તકલીફથી ચાલવમાં પણ તકલીફ જેવી અનેક શારિરીક તકલીફો પણ અડગ મન અને સ્વાભિમાનથી હિંમતથી ધોરણ ૧૦ની પરીક્ષા આપી રહ્યો છે.

પિતા ફોટોગ્રાફર અને માતા સિલાઇ કામ કરી ગોમતીપૂરમાં જીવન ચલાવે છે. પરિવારનો સૌથી મોટા ભાઇ તરીકે પોતાની જવાબદારી નાનપણથી સમજી છઠ્ઠા ધોરણથી અપંગ માનવ મંડળમાં અભ્યાસ કરે છે. પોતે જાતે જ પોતાનું બધુ જ કામ કરી પોતાનું સ્વાભિમાન સાબિત કર્યું છે. ભણતા ભણતા એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવીટીમાં ચેસ અને કેરમમાં પણ માસ્ટર છે. દર નવરાત્રિમાં ગરબા પણ રમે છે. આવનાર સમયમાં સેલ્ફ એમ્પ્લોઇ બનવાના વિચારથી પરીક્ષા આપી રહ્યો છે. હોસ્ટેલમાં બીજાને મદદરૃપ બનવાની ભાવનાવાળો છે.   

મંદબુધ્ધિ અને અંધત્વ ધરાવતો અનાથ વિનોદ ૨૫ની ઉંમરે પ્રથમ વખત ૧૦મા ધોરણની પરીક્ષા આપી રહ્યો છે
મોર્ડન એજ્યુકેશન સિસ્ટમ એટલી બધી અઘરી બની ગઇ છે કે જેવી પરીક્ષાઓ આવે કે વાલીઓ અને વિદ્યાર્થીઓને ધોરા દિવસે તારા દેખાઇ આવે છે. વાલીઓ બાળકોની એટલી બધી ચિંતા કરે જાણે કે તેઓ જ પરીક્ષા આપી રહ્યા હોય. અને એ આનંદ પણ એ છે કે હવે તો વિદ્યાર્થી સાથે વાલીની પણ પરીક્ષા આવે છે. આ બધાની વચ્ચે એક અનાથ, મંદબુધ્ધિ અને અંધ બાળક પરીક્ષા કઇ રીતે આપતો હશે.

કુદરતની કરામત સમાન આ બાળકો સમાજમાં ઇશ્વરીય દેન છે. અંધજન મંડળમાં બ્રેઇલ લિપી શિખવા માટે આવેલા ૨૫વર્ષના વિનોદ વૈષ્ણવ પ્રથમ વખત ૧૦મા ધોરણની પરીક્ષા આપી રહ્યો છે. રાજસ્થાનના ઉદેયપુરમાં જન્મ અને નાનાપણથી છેલ્લા ૧૦ વર્ષથી ભાવનગર અને જુનાગઢ રહ્યા પછી કોઇકના કહેવાથી અંધજન મંડળમાં બ્રેઇલ લિપી શિખવા માટે આવ્યો હતો.

બ્રેઇલ લિપી શિખતા શિખતા શિક્ષકોના કહેવાથી માત્ર અઢી મહિનામાં ૧૦માં ધોરણના ક્લાસમાં બેસી તૈયારી કરી. ક્યા આ મંદબુધ્ધિનો બાળક અને અઢી મહિનામાં ૧૦માં ધોરણની તૈયારી. વિનોદની ઇચ્છા છે કે તે અંધ લોકો માટે ધંધો કરશે. જેમા ખેતીવાડી અને પશુપાલનમાં તબેલો કરવાનું વિચારી રહ્યો છે. તેમના આચાર્ય મનુભાઇ કહે છે કે વિનોદ અમારા મતે ૭૫ ટકાથી વધારે પરિણામ લઇ આવશે.

Post Comments