Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમર વેકેશનમાં ફરવા માટે સિંગાપોર, મલેશિયા, હોંગકોંગ જવાનું ભૂલતા નહીં...

સમર વેકેશનનું પ્લાનિંગ કરો છો તો સિંગાપોર, મલેશિયા, હોંગકોંગ જવાનું ભૂલતા નહીં...ગુજરાતીઓ માટે આ ફરવાલાયક હૉટ ફેવરિટ ડેસ્ટિનેશન છે. ખૂબ ઓછા બજેટમાં ચાર દેશની મુલાકાત થતી હોવાથી ગુજરાતીઓ આ સ્થળે જવાનું ચૂકતા નથી. ગુજરાતી ખાણીપીણીના શોખીન છે માટે સિંગાપોર, મલેશિયા, થાઇલેન્ડ, હોંગકોંગમાં સ્થાનિક ફૂડની સાથે ગુજરાતી વાનગીઓ પીરસતી ખૂબ જાણીતી રેસ્ટોરન્ટ પણ છે જેથી શુદ્ધ શાકાહારી ભોજનના આગ્રહી લોકો માટે આ સ્થળો ફરવા લાયક છે.

સિંગાપોર
સિંગાપોર દેશનો મુખ્ય વ્યવસાય પ્રવાસન છે દર વર્ષે લાખો પ્રવાસી તેની મુલાકાત લેતા હોય છે. આ સમગ્ર વસ્તુનો શ્રેય સિંગાપોરની સાંસ્કૃતિક ધરોહરને જાય છે. સિંગાપોરમાં ચાર સંસ્કૃતિ ચીન, મલય, ભારતીય અને અરબનો ઇતિહાસ જોડાયેલો છે. આ દેશે પર્યાવરણનું ખૂબ ધ્યાન રાખ્યું છે. સિંગાપોરના પ્રમુખ પ્રવાસન સ્થળની વાત કરીએ તો ઓર્ચડ રોડ ડિસ્ટ્રીક્ટ મુખ્ય છે.

અહિં આવેલા બહુમાળી શોપિંગ સેન્ટર અને હોટલો જાણીતી છે. સિંગાપોરના આકર્ષક સ્થળોમાં સિંગાપુર પ્રાણીસંગ્રહાલય અને નાઈટ સફારીને સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય જૂરોંગ બર્ડ પાર્ક, સેંટોપા દ્વીપ, સિલોસા ફોર્ટ, ટાઈગર સ્કાય ટાવર, મરિના બે સેંડ્સ અને રિસોર્ટ્સ અને જુગાર માટેના કેસીનો પણ આવેલા છે.

મલેશિયા
મલેશિયામાં પેટ્રોન્સ ટ્વીન ટાવર, જ્યોર્જ ટાવર, લંગકાવી કેબર કાર, લંગકાવી સ્કાય બ્રીજ, ઈસ્લામિક આર્ટ્સ મ્યુઝિયમ, સિપાદન નેશનલ પાર્ક, કિલીમ કાર્સ્ટ જીઓફોરેસ્ટ પાર્ક, એસ્કેપ એડવેન્ચરપ્લે વગેરે જોવા લાયક સ્થળો આવેલા છે.

હોંગકોંગ
હોંગકોકમાં ફરવા જઈએ તો આ સ્થળોની અચૂક મુલાકાત લેવી જોઈએ. ત્યાં સ્ટાર ફેરી, વિક્ટોરિયા પીક, વિક્ટોરીયા સેન્ટ્ર્લ બિઝનેસ ડિસ્ટ્રીક્ટ, વોંગ તાઈ સિંન ટેમ્પલ, એવન્યુ ઓફ સ્ટાર્સ, ઓસીન પાર્ક, રિપલ્સ બે એન્ડ ધી બીચીસ, બીગ બુદ્ધા, તાઈ ઓ ફિશિંગ વીલેજ, ટેમ્પલ સ્ટ્રીટ નાઈટ માર્કેટ, ડ્રેગન્સ બેક હાઈક વગેરે જોવા લાયક બેસ્ટ પ્લેસીસ છે.

થાઈલેન્ડ
અમદાવાદથી લગભગ ૪૦૦૦ કિમી અંતરે આવેલું ટાપુઓનું સુંદર શહેર એટલે થાઈલેન્ડ. આ દેશની રાજધાની બેંગકોક સાઉથ ફિલ્મના શુટીંગ માટે જાણીતી છે એટલુ જ નહીં ફેમેલી સાથે ફરવા જતા લોકોએ અહીંનું સફારી વર્લ્ડ નિહાળના જેવું છે જેમાં ડોલફિન શો ખુબ જ લોકપ્રિય છે. વિશ્વનું એક માત્ર નદીમાં ભરાતુ માર્કેટ એટલે ફ્લોટીન માર્કેટ જે માત્ર થઈલેન્ડમાં જ જોવા મળે છે. લોકો અહીં બોટમાં બેસીને ખરીદી કરવા જતા હોય છે અને વેચનાર વ્યક્તિ પણ બોટ લઈને વેચવા આવે છે.

જયારે દરિયાઈ બીચની વાત આવે એટલે પતાયા અને ફૂકેટનું નામ સૌથી પહેલા આવે છે. મોટા ભાગના કપલો બેંગકોકથી સીધી ફ્લાઈટ લઈને ફૂકેટ જતા હોય છે. નાના બજેટમાં વિદેશ યાત્રામાં નેપાળ પછી થાઈલેન્ડનું સ્થાન આવે છે. અહીં ખરીદવા માટે વસ્ત્રો, જવેલરી, ઈલેક્ટ્રીક વસ્તુઓ પણ સસ્તી મળે છે.

નેવર સ્લીપ પતાયા ટેગલાઈન સાથે પતાયાની કેટલીક વાતો બાદ કરતા જોવા અને એડવેન્ચર એક્ટિવિટી માટે ખુબજ સુંદર શહેર કહી શકાય એમ છે. આ બેંગકોકમાં અલગ ઈન્દ્રા મોલ ભારતીય ખરીદી માટે જાણીતો છે જ્યારે સસ્તી અને હોલસેલ કાપડની ખરીદી માટે અહીં વિવિધ સમય મુજબ રાત્રે માર્કેટ ભરાતા હોય છે. અહીંના લોકો ૂબૌધ્ધ ધર્મમાં વધુ માનતા હોવાથી અહીંના સુંદર કલાત્મક બૌધ્ધ મંદિરો પણ એક વિઝિટ માંગી લે તેવા છે.

Post Comments