Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

PRL વૈજ્ઞાનિક 'તારા'ઓની રચના પર વાત કરશે

બ્રિટીશ કાઉન્સિલ લાઈબ્રેરી અમદાવાદ દ્વારા શહેરના જાણીતા સાયન્ટિસ્ટ્સ અને સાયન્સ કમ્યુનિકેટર્સ સાથે 'પોપ્યુલર સાયન્સ લેક્ચર સિરિઝ'નું આયોજન  ૨૦મી મેના રોજ સાંજે પથી ૬ દરમિયાન કરવામાં આવ્યું છે. જે ઓપન ફોર ઓલ રહેશે અને તેમાં સ્ટુડન્ટ્સ, ટિચર્સ, પેરેન્ટ્સ ભાગ લઈ શકશે.  આ લેક્ચર્સ ઓપન ફોર ઓલ રહશે તથા તેનો હેતુ સાયન્સ અને સાયન્સ રિલેટેડ એરિયાને સમાજની નજીક લાવવાનો છે.

જેમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(પીઆરએલ)ના પ્લેનેટરી સાયન્સ ડિવિઝનના રીડર ડૉ. કિન્શુક આચાર્ય સાયન્સ રિલેટેડ લેક્ચર આપશે. તેઓ એમએસસી, પીએચ.ડી. છે. તેમને એસ્ટ્રોકેમિસ્ટ્રી ફિલ્ડમાં રસ છે અને તેમણે 'ઓન ધી ફોર્મેશન ઓફ કોમ્પલેક્સ મોલક્યુલસ ડયુરીંગ સ્ટાર ફોર્મેશન' વિષય પર પોતાનું પીએચ.ડી. કર્યું છે. વિવિધ એસ્ટ્રોફિઝિકલ પરિસ્થિતિઓ જેમ કે, સ્ટાર રચનાવાળા પ્રદેશ, ઓછી મેટાલિસિટી તારા વિશ્વ, ધૂમકેતુઓ, ગ્રહોનું વાતાવરણ વગેરે જેવા જટિલ  વિષયો તેઓના હાલના સંશોધનમાં રસનો વિષય છે. મહત્વની વાત તો એ છે કે, તેઓને  જે.માયો ગ્રીનબર્ગ ફેલોશિપ પણ પ્રાપ્ત થયેલી છે.

Post Comments