Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વેદના રાવજી પટેલના જીવનનો ઉપચાર બની ગયો હતો

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે ૧૯ એપ્રિલે સાજે ૫ કલાકે  સાચુકલા સર્જક રાવજી પટેલના આંતર-બાહ્ય સંઘર્ષ વિશે વ્યાખ્યાન યોજાયુ હતું

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઉપક્રમે ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાાનવિજ્ઞાાન વ્યાખ્યાનશ્રેણીમાં ૧૯મી એપ્રિલેે સાંજે ૫.૦૦ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ભવનમાં જાણીતા સર્જક  મણિલાલ હ. પટેલ ગુજરાતના કાચી વયે અવસાન પામેલા ગુજરાતના વિલક્ષણ સર્જક રાવજી પટેલના આંતર-બાહ્ય સંઘર્ષ વિશે વક્તવ્ય આપ્યું હતું.

તેઓએ વક્તવ્યમાં કહ્યું કે  રાવજી પટેલના અંગત જીવનને જાણવાથી એમના સાહિત્યને વધુ સારી રીતે આસ્વાદી શકાય એમ છે. રાવજી પટેલે શૈશવ અને કિશોરાવસ્થા પાદર અને સીમમાં પસાર કરી હતી અને એ પછી મેટ્રીકના અભ્યાસ વખતે અમદાવાદમાં આવ્યા, ત્યારે ગામ-સીમ છૂટયાંની તીવ્ર સંવેદના એમને નગરમાં ઝંપવા દેતી નહોતી આને પરિણામે કવિ રાવજી પટેલને ટીબીનો રોગ, આથક સંકડામણો અને અસ્થાયી નોકરી વચ્ચે ઝઝૂમવું પડયું હતું.  તેઓ સેનિટોરીયમમાં પણ વાર્તા, કવિતા અને નવલકથા લખતાં રહ્યાં અને  વેદના એ જ રાવજી પટેલના જીવનનો ઉપચાર બની ગયો હતો.

વધુમાં તેઓએ વાત કરતા કહ્યું કે  રાવજી પટેલે  આધુનિક સર્જકોને પણ પ્રભાવિત કરે એવી કૃતિઓમાંથી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું. 'અંગત' એમનો મરણોત્તર (એકમાત્ર) કાવ્ય સંગ્રહ, 'અશ્વઘર' અને 'ઝંઝા' જાણીતી નવલકથાઓ છે. 'વૃત્તિ અને વાર્તા'માં અધૂરી નવલકથા તથા થોડીક પણ સરસ વાર્તાઓ સચવાયાં છે. સાચુકલા સર્જકની સહજ પ્રતિભાનું ઉત્તમ પરિણામ એટલે રાવજીનું સાહિત્ય. આથી જ રાવજી પટેલ સતત વંચાતા લોકપ્રિય સર્જક છે.

Post Comments