Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GTU સ્ટુડન્ટ્સના ઈનોેવેટિવ પ્રોજેક્ટોનું કોમશયલાઈઝેશન કરવામાં આવશે

સ્ટાર્ટ અપ અને પેટન્ટ અંગે જનજાગૃતિ માટે જીટીયુમાં ઈનોવેશન ફેસિલીટેશન સેન્ટર સ્થપાશે અને જીટીયુ તરફથી આઈપીઆર અને પેટન્ટને લગતા વિવિધ કોર્સ દ્વારા સ્ટુડન્ટસને માહિતીગાર કરાશે

સ્ટાર્ટઅપ અને પેટન્ટ માટેની જનજાગૃતિ ફેલાવવા અંગેની કામગીરી માટેનું ઈનોવેશન ફેસિલીટેશન સેન્ટર સ્થાપવા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસટી (જીટીયુ)ની પસંદગી કરવામાં આવી છે. આ પસંદગી કેન્દ્ર સરકારના વિજ્ઞાાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર સાયન્ટીફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચના નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનઆરડીસી) તરફથી થઈ છે.

આ અંગે માહિતી આપતા જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. નવીન શેઠે કહ્યુ કે આ સેન્ટર સ્થાપવાનો મૂળ હેતુ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, સંશોધનકારો અને સ્ટાર્ટ અપને આઈપીઆર અને ઈનોવેશનને લગતી વિગતવાર જાણકારી મળી રહે તેવી વ્યવસ્થા કરવાનો છે.

જીટીયુ તરફથી આઈપીઆર અને પેટન્ટને લગતા વિવિધ કોર્સ પણ શરૃ કરવામાં આવેલા છે. યુનિવસટીના સઘન પ્રયાસોને પરિણામે જીટીયુ અને સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો તરફથી આશરે ૩૫૦ પેટન્ટ માટેની અરજીઓ કરવામાં આવી છે. હવે આ નવા સેન્ટરની સ્થાપના થતાં પેટન્ટ અને આઈપીઆર બાબતે જનજાગૃતિ ફેલાવવામાં મદદ મળશે. જેથી તેઓના ઈનોવેટીવ પ્રોજેક્ટોનું પ્રોડક્ટો કે સવસમાં રૃપાંતર થઈ શકશે અને જીટીયુના વિદ્યાર્થીઓના ઈનોવેટીવ પ્રોજેક્ટોનું કોમશયલાઈઝેશન કરવામાં આવશે.

આ ઈનોવેશન ફેસિલીટેશન સેન્ટરની સ્થાપના અંગે  ડા. પુરૃષોત્તમે કહ્યું હતુંં કે સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં કાર્યરત દેશભરની અનેક સંસ્થાઓ તથા યુનિવસટીઓમાંથી અમને અરજીઓ મળી હતી, જેમાંથી જીટીયુ ટોચની રેન્ક પર હોવાથી અમે જીટીયુ પર પસંદગીનો કળશ ઢોળવાનો નિર્ણય લીધો છે.

આ સેન્ટર ગ્રાન્ટ-ઈન-એઈડના ધોરણે કાર્ય કરશે. અહીં એ ઉલ્લેખનીય છે કે જીટીયુની સ્થાપના થઈ ત્યારથી જ આઈપીઆર સંશોધન અને તાલીમક્ષેત્રે હાથ ધરવામાં આવી રહેલી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને જીટીયુને આ રેંકીંગ પ્રાપ્ત થયા છે જેથી અમેે ૧૭મી મેએ જીટીયુના ચાંદખેડા કેમ્પસની મુલાકાત લીધી હતી અને જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. નવીન શેઠ, જીટીયુના રજિસ્ટ્રાર બિપીન જે. ભટ્ટ, જીટીયુ ઈનોવેશન કાઉન્સિલના નિયામક હિરણ્મય મહંતા અને આઈપીઆર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અમિત પટેલ સાથે બેઠક યોજીને સૂચિત સેન્ટરમાં કેવી કેવી પ્રવૃત્તિઓ હાથ ધરવી તેના વિશે ચર્ચાવિચારણા કરી હતી.

Post Comments