Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ ડિસ્ટન્સ રનર્સ નામની એક નોનપ્રોફીટ સંસ્થા દ્વારા રવિવારે સીએન

અમદાવાદ ડિસ્ટન્સ રનર્સ નામની એક નોનપ્રોફીટ સંસ્થા દ્વારા રવિવારે સીએન વિદ્યાલયના જોગિંગ ટ્રેક ખાતે સ્ટેડિયમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ૧૨૫ જેટલા રનર્સે ભાગ લીધો હતો, જેમાંથી ૨૫ મહિલાઓ અને ૩ સિનીયર સીટીઝન હતા. આ ઈવેન્ટમાં ૪ કલાકમાં ૨૫ કિમી,  ૬ કલાકની ફન રન તેમજ ૮ કલાકમાં ૫૦ કિમી એમ ૩ કેટેગરી રાખવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ૬ કલાકની ફન રનમાં ભાગ લેનારી બે મહિલા દોડવીરો સાથેની વાતચીત અહીયાં પ્રસ્તૃત છે.

૪૫ વર્ષે પણ સતત ૬ કલાક ખુલ્લા પગે દોડી શકું છું
મેં સીરીયલી દોડવાની શરૃઆત જુલાઈ ૨૦૧૬માં કરી હતી. આટલા સમયગાળામાં મેં ઘણી રનિંગ ચેલેન્જ લીધી છે અને તેને નિર્ધારીત કરેલા સમય કરતા ઓછા સમયમાં પાર પણ પાડી છે. મિલીંદ સોેમણની પિકથોન સહિતની અનેક મેરેથોનમાં પણ હું ભાગ લઈ ચૂકી છું. છેલ્લા કેટલાંક સમયથી મને ખુલ્લા પગે દોડવાનું વધારે અનુકુળ આવે છે એટલે કાલે પણ હું ખુલ્લા જ દોડી હતી. કાલે પણ મેં મારી જાતને સળંગ ૬ કલાક દોડવાની ચેલેન્જ આપી હતી જે મેં પાર પાડી છે. ૬ કલાકમાં ૨૭ કિમી કરતા વધારે અંતરમે પાર પાડયું હતું. -દિવ્યા સંગમ

પહેલા ૨૦૦ મીટર ચાલવામાં પણ તકલીફ થતી, હવે ૬ કલાક સળંગ દોડી
મને ૨૦૧૦થી થાઈરોઈડની સમસ્યા છે જેના માટે હું રોજ ગોળીઓ લઉં છું. મેં એક વર્ષ પહેલા ચાલવાની શરઆત કરી ત્યારે મને ૨૦૦ મીટર ચાલવામાં પણ તકલીફ થતી. પણ મેં ધીરે-ધીરે મારી જાતને લાંબુ અંતર ચાલવા માટે ટ્રેઈન કરી. પછી મને લાગ્યું કે મારે દોડવું જોઈએ એટલે દોડવાની શરુઆત કરી જેમાં મને મારા પતિનો પણ સાથ મળ્યો.

દોડવાનું શરૃ કર્યાના એક વર્ષમાં મારી થાઈરોઈડની ગોળીનો ડોઝ અરધો થઈ ગયો છે. વજન પણ ઘટયું છે. અને જોબ, ઘર બધું જ બહુ સારી રીતે મેનેજ કરી શકું છું. આ એક વર્ષમાં મેં પાંચેક જેટલી મેરેથોન રનમાં પણ ભાગ લીધો છે.

ગઈ કાલે અમારી રનર્સ ક્લબ દ્વારા આયોજીત કરાયેલી ઈવેન્ટમાં મેં ૬ કલાકની ફનરનમાં ભાગ લીધો હતો. જેમાં દર કલાકને મેં એક હેતુ સાથે જોડી દીધો હતો. શહિદો માટે, સ્વચ્છ ભારત માટે, વુમન એમ્પાવરમેન્ટ માટે, મારા દીકરા માટે તેમજ રનિંગ પ્રત્યેના પ્રેમ માટે એવા ૬ કોઝ માટે હું કાલે દોડી હતી. -સોનિયા જુનેજા

Post Comments