Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શોર્ટ ફિલ્મમાં ભ્રષ્ટાચાર રોકવાના ઉપાયો બતાવાયા

નોટબંધીમાં કેટલાએ બ્લેકના વ્હાઈટ કર્યા

અમદાવાના યંગસ્ટર્સની ટીમે 'ડીમોનેટાઇઝેશન - ફાઇટ અગેઇન્સ્ટ કરપ્શન' નામથી ૧૪ મીનીટની શોર્ટ ફિલ્મ તૈયાર કરી તેમાં ભષ્ટ્રાચાર અટકાવાના પણ ઉપાયો બતાવ્યા છે.

નોટબંધી બાદ દેશમાં ફેલાયેલી અરાજકતા, વિરોધ, સમર્થન આ તમામ બાબતો પર સંશોધન કરી યંગસ્ટર્સની એક ટીમે 'ડીમોનેટાઇઝેશન - ફાઇટ અગેઇન્સ્ટ કરપ્શન' વિષય પર ૧૪ મીનીટની શોર્ટ ફિલ્મ બનાવી છે.

ફિલ્મના નામ પ્રમાણે જ વાર્તા નોટબંધીની સકારાત્મક અસરોને આવરી લે છે. ૧૮મી નવેમ્બર, ૨૦૧૬ની રાત્રે પ્રધાનમંત્રી દ્વારા અચાનક જ નોટબંધીની જાહેરાત કરીને દેશવાસીઓને આશ્ચર્યમાં મૂકી દીધી હતાં. જોકે  સામાન્ય જનતાએ તેમના આ નિર્ણયને આવકાર્યો હતો, જ્યારે કે ભ્રષ્ટાચારીઓ માટે નોટબંધીની જાહેરાત મોટા ફટકા સમાન હતી.

આ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને  બે મિત્રો અર્જીન અને સૂરજ કાળા નાણાને ધોળા કરવાનો એક જોરદાર ખ્યાલ રજૂ કરે છે અને આખી ફિલ્મમાં કાળા નાણા કઈ રીતે વાઈટના થયા અને કઈ કઈ તરકીબો વપારાઈ તેમજ સરકારને શું ફાયદો કે કેટલું નુકશાન થયું તે વિષય પર શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે.

ફિલ્મની વાર્તા વર્તમાન સંજોગો અને દેશની પરિસ્થિતિ સાથે ખુબજ સુસંગત છે.  ભ્રષ્ટાચારની સમસ્યા દેશના તમામ વર્ગના લોકોને અસરકર્તા છે અને તેથી જ તમામ વર્ગ તથા શહેરી અને ગ્રામિણ દર્શકો એક મજબૂત સંદેશો આપતી આ ફિલ્મનું નિર્માણ કરાયું છે.

આ ફિલ્મમાં સૂરજ પાંડે, પાર્થ ભટ્ટ, અતુલ લાખાણી, નિલેશ બ્રમ્હભટ્ટ, યોગેજ ગોસ્વામી, ઝલક પટેલ, ઉર્મી પંડયા, માનસી પંડયા, કમલ શર્મા, વિશ્વાસ જોગીયાની, જયકલ પટેલ અને પ્રકાશ પંચાલે કામ કર્યું છે. જ્યારે ડિરેક્ટર પાર્થ ભટ્ટ અને લેખક ભાવિન માંડવિયા છે.

Post Comments