Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાલીવાળ લાયન્સનો બીજા રાઉન્ડમાં બુલેટ ઇલેવન સામે ભવ્ય વિજય

પાલીવાળ લાયન્સ ટીમનો સ્કોર ૧૨ ઓવરમાં ૧૨૫ રન થયો હતો

સમસ્ત ઔદિચ્ય બ્રહ્મ સમાજ આયોજીત બ્રાહ્મણ ક્રિકેટ લીગમાં મણિનગર ખાતે યોજાયેલી મેચમાં પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાાતિની ટીમ 'પાલીવાલ લાયન્સ'એ બુલેટ ઇલેવનને જોરદાર પરાજય આપ્યો હતો. ટીમના ઓપનીંગ બેટ્સમેન સની ભટ્ટે ધુંઆધાર બેટીંગ કરી ૪૧ બોલમાં ૭૮ રન કર્યા હતા જેમાં તેણે ૮ સિકસર અને બે ચોગ્ગા ફટકાર્યા હતા.

પાલીવાળ લાયન્સ ટીમનો સ્કોર ૧૨ ઓવરમાં ૧૨૫ રન થયો હતો. સુંદર ફિલ્ડીંગ અને લાઇનલેન્થવાળી બોલીંગથી પાલીવાળ લાયન્સની ટીમ વિરોધી ટીમ પર હાવી થઇ ગઇ હતી. પાલીવાળ લાયન્સ ટીમના બોલર હીમય ઓઝાએ ટુર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હુતં તેણે ૩ ઓવરમાં ૨૩ રન આપી ૬ વિકેટ ઝડપી હતી તેવી જ રીતે બાઉન્ડ્રી પર આબાદ ૩ કેચ ઝડપી નીરજ જોષીએ વિરોધી ટીમને ધરાશાયી કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

આમ વિરોધી ટીમ ૧૨ ઓવર પણ રમી શકી નહોતી. ઇશાન ઠાકર, સની ભટ્ટ તેમજ હિમાંશુ ભટ્ટ છેક સુરેન્દ્રનગરથી મેચ માટે સ્વખર્ચે સ્પે. અમદાવાદ આવ્યા હતા પાલીવાળ બ્રાહ્મણ મિત્ર મંડળના પ્રમુખ શૈલેષ જોષીએ લાયન ટીમની રમતને બિરદાવી ગૌરવ વ્યકત કરતા અભિનંદન આપ્યા હતા. કારોબારીના હેમંત, જીતેન્દ્ર અને રાકેશ ઉપાધ્યાયે પણ આયોજનનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

Post Comments