Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

50 હજારની કિંમતના સ્માર્ટ બાયોનિક હેન્ડ બનાવવા માટે 16 લાખ ખર્ચી નાખ્યા

ડિઝાઇનિંગ ફિલ્ડના સ્ટુડન્ટસ કોઇ મલ્ટિનેશનલ કંપનીમાં ઇન્ટર્નશિપ કરવા જાય તો એટલું શીખવા ન મળે પરંતુ જો આજ સ્ટુડન્ટસ સ્ટાર્ટઅપ કંપની સાથે કામ કરે તો તેને ઘણું શીખવા મળે છે. ઉપરાંત દરેક સ્ટાર્ટઅપને સારા ડિઝાઇનરની જરૃર હોય છે આથી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન (એનઆઇડી)એ તેના ડિઝાઇનર્સ સ્ટુડન્ટસ માટે કેમ્પસમાં સ્ટાર્ટ અપ ફેર ૨૦૧૭નું આયોજન કર્યું હતું. જેમાં સ્ટુડન્ટસે કેમ્પમસાં આવેલા ૧૧ સ્ટાર્ટઅપ સાથે વન ટુ વન ઇન્ટરેક્શન કર્યું હતું તેમજ ટેકનોલોજી અને ડિઝાઇન ક્ષેત્રે વાતચીત કરી હતી.

સ્માર્ટ બાયોનિક લિમ્બસઃ છ મિત્રની મહેનત વિશ્વની ટેકનોલોજીને ચેલેન્જ કરશે
ભુવનેશ્વરમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર છ મિત્ર સત્યપ્રકાશ, મંજિત, અનુરાગ, તુષાર, આશુતોષ અને અંજલિએ સ્માર્ટ બાયોનિક લિમ્બસ નામનો રોબોટિક હાથ બનાવ્યો છે. હાલ માર્કેટમાં મળતા સ્માર્ટ બાયોનિક હેન્ડ ૧૦થી ૧૫ લાખ સુધીની કિંમતમાં અવેલેબલ છે પરંતુ આ મિત્રની ટીમ પચાસ હજારથી ઓછી કિંમતમાં અવેલેબલ થઇ શકે તે માટે એક ખાસ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ બનતા બનતા અત્યાર સુધી તેમના ૧૬ લાખ રૃપિયા ખર્ચાઇ ચૂક્યા છે. ધગશ, ધીરજ અને ધ્યેયને વળગી રહી આ મિત્રો એ ટેકનોલોજી પર વર્ક કરી રહ્યા છે જે ભારતમાં જ નહીં વિશ્વભરમાં ક્રાંતિ સર્જશે. હાલ તેમના દ્વારા બનાવેલા સ્માર્ટ બાયોનિક હેન્ડ દ્વારા પાંચ કિલો સુધીનું વજન ઉચકી શકાય છે તેમજ મગજથી વિચારીને આ હાથ ઓપરેટ કરી શકાય છે. આ ઇનોવેશનથી એવા લોકો જેમને અકસ્માતમાં કે નાનપણથી હાથ નથી તેમના ખૂબ ઓછા ભાવે હાથ મળી શકશે.

નેચરમાંથી ઇન્સ્પ્રિેશન મેળવી દિવ્યાંગો માટે બનાવ્યા સ્માર્ટ શૂઝ
વિશાખાપટ્ટનમના ક્રિષ્ણા સાઇએ નેચરમાંથી ઇન્સ્પ્રિેશન મેળવી એનર્જી યૂઝ કરી બનાવ્યા છે અનોખા શૂઝ. દિવસ દરમિયાન આપણે એટલું ચાલીએ છીએ કે જો આ એનર્જીનો ઉપયોગ કરીએ તો આપણો સ્માર્ટ ફોન ચાર્જ આપોઆપ થઇ જાય. વિશ્વમાં હાલ આ ટેકનોલોજી ઉપલબ્ધ છે પરંતુ ક્રિષ્ણા સાઇએ બનાવેલા ટાપર્ક ફૂટવેર બ્લાઇન્ડ પિપલને મદદરૃપ બની શકે છે. આ શૂઝ દિવ્યાંગ વ્યક્તિ તેના પગમાં પહેરી ચાલશે ત્યારે તેને સ્ટિકની જરૃરિયાત નહી રહે કારણ કે, શૂઝમાં એવા સેન્સર લગાવ્યા છે જેની મદદથી બે મીટર સુધી કોઇપણ ઓબસ્ટિકલની જાણ થઇ જાય છે.

Post Comments