Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

CITY NEWS

'અણુ ઊર્જા-રાષ્ટ્રની ઊર્જા' પર નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ
ઊર્જાના મહત્વ અંગે જાગૃતિ પેદા કરવા અને પરમાણુ ઊર્જા સંંબંધિત ગેરસમજો દૂર કરવા રાષ્ટ્રીય સ્તરે યોજાતા અભિયાનના એક ભાગ તરીકે પ્રાથમિક કન્યા શાળા, પે સેન્ટર શાળા ખાતે બાળકો માટે સ્વચ્છ અને ગ્રીન પર્યાવરણ વિશે લેખન સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ લેખન સ્પર્ધાનો વિષય 'અણુ ઊર્જા-રાષ્ટ્રની ઊર્જા' હતો અને તે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ભારત સરકારનું ઉપક્રમ) વતી આયોજીત કરાઈ હતી.

એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાં વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડેની ઉજવણી કરાઇ
એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજના ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન વિભાગ અને આઇઇટીઇ અમદાવાદ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ૪૯મો વર્લ્ડ ટેલી કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી દિવસની ઉજવણી થઇ હતી. વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડેની ઉજવણી ૧૭ મેના રોજ કરાય છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય નવી નવી ટેકનોલોજીથી સોસાયટીને માહિતગાર કરવાનો હોય છે. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી એલ.ડી.એન્જિ.કોલેજમાં એક્સપર્ટ લેક્ચરનું આયોજન કરાયું હતું.

શુભેચ્છા
સીએ આર.એસ.પટેલ જેઓ આર.એસ.પટેલ એન્ક કાું.ના સિનિયર પાર્ટનર છે તેમણે ૭૫ વર્ષની ઉંમરે કેન્દ્ર સરકારની ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સીની બોર્ડની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી રાષ્ટ્રીય સ્તરે ૧૭૫ પૈકી અને ગુજરાત ખાતે પ્રથમ પાંચ પૈકી એક એવા રેઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે સ્થાન મેળવ્યું છે. બેંકોમાં ઉપસ્થિત એન.પી.એ.ની સમસ્યાને હલ કરવા સરકાર દ્વારા ઇન્સોલવન્સી અને બેન્કરપ્સી ૨૦૧૬નો નવો કાયદો મહત્વના પગલા તરીકે ઉપયોગી સાબિત થશે.

વર્લ્ડ મ્યુઝિયમ ડેની ઉજવણી કરાઇ
વર્લ્ડ મ્યુઝિયમ ડે નિમિત્તે એલ.ડી મ્યુઝિયમ અને એન.સી.મહેતા આર્ટ ગેલેરી ખાતે ગાઈડેડ મ્યુઝિયમ ટૂરનું અને બાળકો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Post Comments