Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યે ઇન્સ્ટાગ્રામ કિતને ગ્રામ કા હૈ?

ગર્લ્સને રિલેશન સ્ટેટસનાં પ્રશ્નો વધારે પુછાયા

સામાન્ય લોકોને પણ સેલિબ્રિટી બનાવતા સોશિયલ મીડિયા ઘણી વખત નવા ફિચરથી લોકોને આકર્ષિક કરતા હોય છે ત્યારે ઇન્સ્ટાગ્રામમાં હાલમાં જ 'આસ્ક મી સમથિંગ' ફિચર ઉમેરાયું છે, જેમાં લોકો આસ્ક મી ક્વેશ્ચયનની પોસ્ટ મૂકી શકે છે અને તેમના રહસ્યો જાણી શકે છે પરંતુ આ ફિચરથી ઇન્સ્ટાગ્રામ પર મોટાભાગે છોકરીઓને પુછવામાં આવતો સામાન્ય સવાલ તેમના રિલેશન સ્ટેટસ પર હોય છે. જો સિંગલ હોય તો લવ પ્રપોઝલ પણ મૂકતા લોકો અચકાયા નથી. ઘણી ગર્લ્સે કહ્યું કે, આ ફિચરનો ઉપયોગ કર્યા બાદ તેમને ત્રાસદાયક અનુભવ પણ થયો હતો. ઉપરાંત લોકોએ આ ફિચરનો ઉપયોગ કેટલાક રમૂજી સવાર કરવા માટે પણ કર્યો હતો.

યુનિક ફિચર રમૂજી છે

કાલે જ્યારે મેં આ ફિચરનો ઉપયોગ કરી સ્ટોરી પોસ્ટ કરી ત્યારથી મારી વોલ પર લોકોને મારા રીલેશન સ્ટેટસને જાણવામાં રસ હતો. લોકો સિંગલ હોવાનું પુછવા સાથે પ્રપોઝલ પણ મોકલતા હતા. કેટલાફ મિત્રોએ રમુજ સવાલો પણ પુછ્યા હતા. આ ફિચર યુનિક છે. જેનો ઉપયોગ કરીને મને આનંદ મળે છે. - હિતાર્થી જાની

 

પોસ્ટ ત્રાસદાયક છે

મેં હજુ સુધી આ ફિચરનો ઉપયોગ કર્યો નથી. પરંતુ હું જે લોકોને ફોલો કરૃ છું. તેમની પોસ્ટ મારા માટે ત્રાસ દાયક બની છે. કારણ કે, ફિચરનાં ઉપયોગ બાદ એક વ્યક્તિ ૧૫ જેટલી પોસ્ટ પોતાની સ્ટોરીમાં કરે છે. જેથી સોશિયલ એપ ખોલતાની સાથે જ દેખાય છે. જેથી ત્રાસ દાયક છે. - ચાર્મી સોની

 

ફોટોગ્રાફી, રીલેશન વિશેનાં પ્રશ્રો પુછાયા

મને ફોટોગ્રાફી વધારે પસંદ છે અને મારી સોશિયલ મીડિયા વોલ પર નેચર ફોટોગ્રાફ્સ વધારે હોય છે. તેથી લોકો ફોટોગ્રાફી વિશેનાં સવાલો વધારે પુછે છે. આ સાથે રીલેશનળશીપ વિશેનાં સવાલો પણ લોકો વધારે પુછે છે સાથે કેટલાક લોકો લવ પ્રપોઝલ પણ મોકલાવે છે. - શ્રેયા

 

પુછાયેલા ફની સવાલો

=યે ઇનસ્ટાગ્રામ કિતને ગ્રામકા હૈ?

=ક્રસ ને ઇમ્પ્રેસ કેવી રીતે કરી શકાય?

=નદી જોઇએ કે પર્વત?

=મેલોડી ઇતની ચોકલેટી ક્યું હૈ?

=ક્યાં આપકે તુથ પેસ્ટ મે નમક હૈ?

=દારૃ ક્યાં સયમે અને ક્યાં પીવો યોગ્ય?

=તમે સિંગલ છો?

=શું આપણે લગ્ન કરી શકીએ?

=તમે આટલા ક્યુટ કેમ છો?

Post Comments