Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હેરિટેજની જાળવણી અને સમજ માટે દેશ વિદેશમાંથી ૪૫ યુવાનોએ ભાગ લીધો

- હવે ગ્રામ્ય શાળામાં હેરિટેજનું શિક્ષણ આપવા સ્પેશિયલ ક્લાસ લેવાશે

આવર્ષે યુનિસ્કોના પ્રોગ્રામને દસ વર્ષ પૂર્ણ થયા ત્યારે યુનિસ્કોએ વિશ્વ સ્તરે ઉજવણી કરવા માટે વિશ્વભરમાંથી ૬ મહિના પહેલા નોમિનેશન મંગાવ્યા હતા જેમાં વિશ્વભરમાંથી આવેલા લાખો નોમિનેશનમાંથી માત્ર ૪૬ સંસ્થાને સિલેક્ટ કરાઈ હતી જેમાં અમદાવાદની જીટીયુના પાસઆઉટ અને કરંટ સ્ટુડન્ટસ દ્વારા બનેલું ઓર્ગેનાઈઝેશન 'એલીકિઝર ફાઉન્ડેશન'નો સમાવેશ થયો છે. જેના ભાગરૃપે એલિકિઝર ફાઉન્ડેશન દ્વારા રાણીની વાવ ખાતે ૨૦ જુનથી ૧ જુલાઈ દરમિયાન 'લેટ્સ હેરિટેજ' નામનો યુનિસ્કોનો પ્રોગ્રામ શરુ કરાયો છે.  આ પ્રોગ્રામમાં ૪૫ યુવાનો જોડાયા છે જેમાંથી ૧૦ યુવાન વિદેશમાંથી આવ્યા છે અને બાકીના ભારતના વિવિધ રાજ્યમાંથી ગુજરાતનું હેરિટેજ નિહાળવા અને કન્ઝર્વેશન તેમજ પ્રમોશન માટે આવ્યા છે.

આ અંગે માહિતી આપતા માધિશ પરીખ કહે છે કે વર્લ્ડ હેરિટેજ પ્રોગ્રામએ યુનિસ્કોનું એક ઈનિશિએટિવ છે જેના હેઠળ વર્લ્ડ હેરિટેજ સાઈટનું પ્રમોશન કરવામાં આવે છે. જેમાં આખા વિશ્વમાંથી દર વર્ષે હજારો યુવાન ભાગ લે છે તેનો મુખ્ય હેતુ હેરિટેજને સમાજ સુધી પહોંચાડવું અને તેમાં યુવાનોની મુખ્ય ભૂમિકા ભજવવી સમાજમાં લોકોને હેરિટેજ પ્રત્યે જાગૃત કરવા અને તેમને મળેલા - લુપ્ત થઈ રહેલા વારસાને સાચવવો અને આવનાર પેઢીઓને તેના વિશે સભાન કરવા. આ સિધ્ધાંતને સિદ્ધરવા યુવાનો મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. જેથી યુનિસ્કોએ વિશ્વભરની ૪૬ સંસ્થાઓને કામગીરી આપી છે. અમને આપેલી અને અમે સ્વીકારેલી પાટણની રાણકી વાવાની જવાબદારી અંતર્ગત અમે ૧૨ દિવસ દરમિયાન વિવિધ કામગીરી કરી હાથ ધરી છે.

 અમદાવાદ ઓલ્ડ સિટીની વિઝિટ કરાશે
અમદાવાદનું ઓલ્ડ સિટી જેમાં માણેકચોક, પોળ, અડાલજની વાવ, સીદી સૈયદની જાળી, દાંડી કુટીર અને મહાત્મા મંદિરની વિઝિટ કરાશે. આ હેરિટેજ પ્રેમીઓને અમદાવાદની રાત્રે ચાલુ રહેતી માણેકચોકની ખાણી પીણી બજારની વિઝિટ કરી અહીંનું રાત્રી ફૂડ માણી રાત્રે જ પાટણ જવા રવાના થશે અને બીજા દિવસથી ફરી એક્ટિવિટી શરુ કરશે.

કઈ એક્ટિવિટી દ્વારા હેરિટેજ જાળવણીનો મેસેજ અપાઈ રહ્યો છે
રાણકી વાવ પર ઓરિયેન્ટેશન અને ૧૨ દિવસ દરમિયાન શું કરાશે તેની માહિતી અપાઈ, ૨૧ જુને યોગ દિવસનું સેલિબ્રેશન કરી ૭ કલાકની હેરિટેજ વૉક કરી, ૨૨ જુને વર્લ્ડ મ્યુઝીક ડે હોવાથી પાટણના લોકલ ટ્રેડિશનલ લોકો સાથે મળીને મ્યુઝીકલ ઈવન્ટ રાખી લોકોને અવેર કરાયા, પાટણના ગ્રામ્ય વિસ્તારની મોટા ભાગની શાળાઓમાં જઈને હેરિટેજ કઈ રીતે બચાવશો તે અંગે વિદ્યાર્થીઓને અવેર કર્યા અને સૂર્ય મંદિર મોટેરાની વિઝિટ કરી, લાઈવ ફોટો કન્સેટ રાખ્યો જેમાં ભારતભરમાંથી ૪૦ જેટલા  ફોટોગ્રાફરો પાટણ આવ્યા અને ૭ કલાકના સમય દરમિયાન પાટણ ફરીને હેરિટેજના ફોટો ક્લિક કર્યા અને તેમાંથી ૩ને એવોર્ડ આપ્યા આ ફોટો યુનિસ્કોને અપાશે જેથી તેમને ખબર પડે કે ગુજરાતનું હેરિટેજ કેટલુ ભવ્યા છે, લાઈવ પેન્ટિંગ કન્સર્ટમાં ૭૦ આર્ટિસ્ટે રાણકી વાવને કેનવાસમાં ઉતારી અને પાટણના ઔતિહાસ સ્થળોની મુલાકાત કરાવી.

બારોટની વાવની સફાઈ કરાઈ
પાટણમાં રાણકી વાવ સિવાય પણ એક બારોટની વાવ આવેલી છે. આ વાવ વિશે લોકો માને છે કે પાટણની વાવના ઉપના બે માળના સ્તંભ તોડીને જે-તે સમયે બારોટની વાવનું નિર્માણ થયુ હતું. આ વાવ ઘણી ખરાબ હાલતમાં હતી જેથી આ ટીમ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આખો દિવસ વાવની સફાઈ કરી હતી. આજે આખી ટીમ ટીમ અમદાવાદ આવશે અને અહીંના હેરિટેજની વિઝિટ કરશે.

Post Comments