Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફિટનેસ અને પ્રત્યેક રમતના કોચિંગનું આગવું વિજ્ઞાાન છે'

ગુજરાતમાં પણ હવે આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર થઇ શકશે
આપણે ત્યાં લોકો હજુ પ્રત્યેક રમતમાં પરંપરાગત રીતે જ ફિટનેસ અને કોચિંગ થતું રહ્યું છે અને આ જ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે કે ઓલિમ્પિક જેવા ઇવેન્ટમાં ભારત અને તેમાં પણ ગુજરાત તો રાષ્ટ્રીય લેવલે પણ ગણું પાછળ છે. અમેરિકા, ચીન, કેનેડા,  રશિયા  અને બ્રિટન સહિતના યુરોપિયન દેશોની ખેલાડીઓની તાલીમ જોવાથી સમજાશે કે સફળ ખેલાડી બનાવવા માટે માત્ર તેની મહેનત કે ધગશ કામ નથી લાગતી પણ પ્રત્યેક રમતના ખેલાડી કે એથ્લેટ બનવા માટે ફિટનેસનું એક આગવું વિજ્ઞાાન અને પદ્ધતિ છે. આવા પ્રોગ્રામ, માર્ગદર્શન અને કોચિંગની આધુનિક દ્રષ્ટિ સાથે ગુજરાતની ગૌરવ સમાન ભૂતપૂર્વ નંબર વન સ્કેટર પ્રિયંકા દલાલે અમદાવાદમાં એ-૩૦૮ મોન્ડિલ હાઇટ્સ, એસ.જી.હાઇવે ખાતે ગુજરાતનું સૌપ્રથમ લોન્ગ ટર્મ એથ્લેટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સાથેનું આંતરરાષ્ટ્રીય સ્તરનું ' High-5 નામનું એથ્લેટ ટ્રેનિંગ સેન્ટર શરૃ કર્યું છે. તેમણે 'એક્સરસાઇઝ સાયન્સ' વિષય સાથે અમેરિકાથી માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી છે. સ્ટેનફર્ડમાં ઇન્ટર્ન દરમિયાન અમેરિકામાં વિશ્વના ટોચના ઓલિમ્પિક કોચોની કામગીરી બારીકાઇથી ટ્રેનિંગ સેન્ટરમાં જઇને મેળવી છે. ૮થી ૧૨ વર્ષના બાળકોથી માંડી ૧૬થી વધુ વયના અને સિનિયરો માટે અલગ અલગ ફિટનેસ પ્રોગ્રામ આ સેન્ટરમાં રખાયા છે. ભારતના સ્વિમર નિલ કોન્ટ્રાક્ટર, ગુજરાત રણજી ટ્રોફી ખેલાડી ઋજુલ ભટ્ટ અને મિક્સ ડબલ્સની વર્લ્ડ નંબર ૭૬ ખેલાડી અનુષ્કા પરીખ આ સેન્ટરમાં પ્રિયંકાના હાથ નીચે તૈયાર થયા છે.

Post Comments