Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફોટો મેરેથોનમાં ગુજરાતનો ડંકો વગાડનાર મહિલા ફોટોગ્રાફર

મુંબઇ ખાતે યોજાયેલી ફોટો મેરેથોન સ્પર્ધામાં નિયતિ વાઘેલા ગ્રાન્ડ વિનર બનીઃ આ ઇવેન્ટમાં ભારતભરથી ૮૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો
થોડા દિવસ પહેલાં મુંબઇમાં યોજાયેલા એક 'ફોટો મેરેથોન'માં અમદાવાદની નિયતિ વાઘેલા ગ્રાન્ડ વિનર બનીને એટલે કે પ્રથમ આવીને ગુજરાતનો ડંકો વગાડી દીધો છે. ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યા બાદ તેને ફોટોગ્રાફીમાં રસ પડયો અને તેણે પોતાના ફોટોગ્રાફર જજાજી પાસેથી ફોટોગ્રાફી શીખવાનું શરૃ કર્યું. તે કહે છે કે, 'ફોટો મેરેથોન સ્પર્ધાની વાત કરીએ તો એમાં ગુજરાત ઉપરાંત કેરલ, કર્ણાટક, કોલકાત્તા એમ ભારતના ખૂણે ખૂણેથી આશરે ૮૦૦ ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો. જેમાં મહિલા ફોટોગ્રાફરો આંગળીને વેઠે ગણી શકાય એટલી હતી અને એમાં ગુજરાતની વાત કરીએ તો એમાં મહિલા ફોટોગ્રાફર તરીકે નિયતિ એકલી જ હતી. તે કહે છે કે, 'એશિયા તરફથી ૧૬ દેશમાં આ કોમ્પિટિશન દર વર્ષે યોજાય છે. એમાં આપણા દેશમાં આ મેરેથોન દિલ્હી કે મુંબઇમાં રાખવામાં આવે છે. આમાં ભાગ લેવા રજીસ્ટેશન કરાવવું પડે છે. સ્પાર્ધામાં લંચ પહેલાં અને લંચ પછી એમ બે અલગ અલગ થીમ ઓન ધ સ્પોર્ટ આપવામાં આવે છે. જે થીમ આપી હોય તેને લગતો ફોટો પાડી લાવવા માટે બે કલાકનો સમય અપાય છે. આ બે કલાકની અંદર થીમને યોગ્ય ફોટા પાડી તેમાંથી કોઇ એક જ ફોટો સબમિન્ટ કરવાનો હોય છે. અમને એનલાઇટમેન્ટ અને સેડો એનલાઇટ આ બે થીમ આપી હતી. તમે જેવો ફોટો પાડો એવો જ ફોટો ત્યાં સબમિટ કરવાનો હોય છે એમાં કોઇ કરેક્શન કરવા દેવામાં આવતું નથી. આ સ્પર્ધામાં દરેક દેશના ફસ્ટ રનર અપને વન વીક માટે જાપાન લઇ જવામાં આવે છે.

Post Comments