Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એન્જિનિયરિંગ સ્ટુડન્ટસે સ્પેસના રહસ્યો ઉકેલ્યા

નિરમા યુનિ.ના ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટસ દ્વારા બે દિવસ એન્યુઅલ ઇવેન્ટ સિન્ટીલા-૧૭નું આયોજન થયું
નિરમા યુનિવર્સિટીના ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટસ દ્વારા બે દિવસ એન્યુઅલ ઇવેન્ટ સિન્ટીલા- ૧૭નું આયોજન કેમ્પસ ખાતે કરાયું હતું. આ એન્યુઅલ ફેસ્ટિવલમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ ઇવેન્ટમાં જીટીયુ સંલગ્ન કોલેજના સ્ટુડન્ટસે પાર્ટિસિપેટ કર્યું હતું. યુરેકા, પાયરેટ્સ ઓફ સર્કિટ્સ, એનર્દી ઓડિટ્સ, ટેકશીલ કાશલ, ગ્રીનગીડ પર વર્કશોપનું આયોજન થયું હતું.
હન્ટિંગ પાયથન
આ ઇવેન્ટમાં મિની વર્કશોપનું આયોજન થયું હતું, જે પાયથન પ્રોગ્રામિંગ બેઝ હતી. આ ઇવેન્ટમાં પાર્ટિસિપન્ટસે ટિચિંગ સેશનમાં પાયથન લેંગ્વેજ વિશે સમજાવવામાં આવ્યું અને કલાક બાદ તેમને લેંગ્વેજ વિશે સ્પેશિફિક ટાસ્ક અપાયો હતો, જેમાં ૭૦થી વધુ સ્ટુડન્ટે ભાગ લીધો હતો.
એનર્જી ઓડિટર્સ
આ ઇવેન્ટમાં ૧૯ ટીમે ડિટેક્ટિવ અને લૉયર જેવું એક્ટ કરીને કામ કરવાનું હતું. ભાગ લેનારને એક કંપનીનો રિપોર્ટ અપાયો હતો જેમાં તેમને પોતાની બુદ્ધિક્ષમતાથી કંપનીના કર્મચારીઓએ કરેલી ૫૦થી વધુ ભૂલોને સુધારવાની હતી.
સ્પેસ ઓડિસી ટ્રેઝર હન્ટ
નોનટેકનિકલ ઇવેન્ટ સ્પેસ ઓડિસી ટ્રેઝર હન્ટમાં પાર્ટિસિપન્ટે સ્પેસ સ્ટેશન પરથી આકાશી તત્વોના અલગ અલગ ક્લૂઝ આપતા જેમાં તેમણે નિરમા યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટમાં જઇને શોધવાના હતા. ૧૫ ટીમે આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત લેસ ક્વિઝરેબલ ઇવેન્ટમાં કોમિક બૂકમાંથી ઇલેક્ટ્રીક ટર્મ પૂછવામાં આવ્યા હતા.
પાયરેટ્સ ઓફ સર્કિટ્સ
સ્ટુડન્ટસે પોતાની ઇલેક્ટ્રીક્લ સ્કિલ દ્વારા એલઇડીની સિરીઝને સોલ્વ કરવાની હતી. જેમાં ત્રણમેય રાઉન્ડમાં વિનર સ્ટુડન્ટને પ્રાઇઝ પણ એનાયત કરાયું હતું.
યુરેકા
આ ઇવેન્ટમાં ૧૩૦ સ્ટુડન્ટે ભાગ લીધો હતો, જેમાં તેમને પ્લેસમેન્ટ રિલેટેડ એક્ઝામિનેશન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં આઇઆઇએમના હેડ જીતેન્દ્ર ગઢવીએ લેક્ચર આપ્યું હતું ત્યારબાદ ફર્સ્ટ અને સેકન્ડ યરના સ્ટુડન્ટસ પ્લેસમેન્ટ પ્રોઝિરમાંથી પસાર થયા હતા. આ ઇવેન્ટ ધ્યેય ન્યૂ સ્ટુડન્ટસને પ્લેસમેન્ટ અંગે જાણકારી આપવાનો હતો.
માઇન્ડ મેપિંગ
આ ઇવેન્ટમાં સ્ટુડન્ટસે એક ટોપિક પર ઓન ધ સ્પોટ પ્લાનિંગ કરીને પોતાને અપાયેલા ટાસ્ક પર બોલવાનું હતું. આ ઇવેન્ટમાં જજ તરીકે સિનિયર સ્ટુડન્ટસ હતા.
 

Post Comments