Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

I.T.ના કારણે ડ્રગ ડિસ્કવરી અને ક્લિનિકલ ટ્રાયલ રિસર્ચ ઝડપી બન્યા છે

ગુજરાત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજી વિભાગમાં નેશનલ કોન્ફરન્સમાં બીજા દિવસે ડ્રગ ડિસ્કવરી અને ક્લિનિકલ ટ્રાયલ વિશે ચર્ચા થઇ

ઇન્ફોર્મેશન ટેકનોલોજી આવતા ડ્રગ ડિસ્કવરી જેવા રિસર્ચમાં વધારો જોવા મળ્યો છે. આઇ.ટી. પહેલાંના સમયમાં ૮થી ૧૦ ટકા લોકો ડ્રગ ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેતા હતા. જે ટકાવારી હવે વધીને ૩૦ ટકા જેટલી જોવા મળે છે. તેમ યુનિવર્સિટીનાં માઇક્રોબાયોલોજી અને બાયોટેકનોલોજી વિભાગમાં યોજાયેલી નેશનલ કોન્ફરન્સમાં ફાર્મા કંપનીનાં એસોસિએટ ડિરેક્ટર કપિલ જ્હાવેરે કહ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું કે, હાલમાં ફાર્મા કંપનીને ડ્રગ વિશેનાં નવિન સંશોધનને પહોંચી વળવા માટે ખૂબ પ્રેસર હોય છે. ડ્રગ ડિસ્કવરી અને ક્લિનિકલ ટ્રાયલમાં આઇ.ટી.નો સહયોગ વધ્યો હોવાથી ક્લિનિકલ ટેસ્ટની કાર્યક્ષમતા વધે, ખર્ચ ઘટે અને રિઝલ્ટ ઝડપી લાવી શકાય છે.

નેશનલ કોન્ફરન્સમાં ગૂડ લેબોરેટરી પ્રેક્ટિસ વિશે ડૉ. પરેશ મિસ્ત્રીએ કહ્યું કે, વિશ્વમાં સૌપ્રથમ ૧૯૭૨માં ન્યુઝીલેન્ડ અને ડેનમાર્કમાં ગૂડ લેબોરેટરી પ્રેક્ટિસનો પરિચય કરાવ્યો હતો ત્યારબાદ જી.એલ.પી. માટેના વિવિધ ધારાધોરણ પણ નક્કી કરવામાં આવ્યા હતા.

જી.એલ.પી. દ્વારા કોઇપણ ઇન્ડિવિઝ્યુઅલ પોતાની જાતે ડ્રગ રિસર્ચ કરી શકે છે. રિસર્ચ પેપરને સહેલાઇથી મેળવી શકાય તે માટે જી.એલ.પી. દ્વારા દરેક રિસર્ચનું ડોક્યુમેન્ટેશન ડિજિટલ રીતે કરવામાં આવતું હોય છે.

H1N1 વાયરસની રસી માત્ર ત્રણ વર્ષમાં શોધાઇ
ડ્રગ ડિસ્કવરી માટે ૨૧મી સદી ખૂબ સારા સંકેત લાવી તેમ કહી શકાય છે. કારણ કે, ૨૦૦૮માં જ્યારે એચ૧એન૧ વાયરસ આવ્યો ત્યાર બાદ માત્ર ત્રણ વર્ષ એટલે કે ૨૦૧૧માં તેની રસીની શોધ થઇ હતી.

તેમ નેશનલ કોન્ફરન્સમાં ડૉ. એસ. ચેત્તિયારે કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, જો રિસર્ચર અને ફાર્મા કંપની તરીકે ફાસ્ટ જનરેશનને પહોંચી વળવા માટે ડ્રગ ડિસ્કવરીમાં ક્યાંય ક્વોલિટી અને સ્ટાન્ડર્ડમાં છુટછાટ કરી શકાય નહી.

Post Comments