Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડૉ.વિક્રમ સારાભાઈએ વિશ્વકક્ષાએ અમદાવાદને ઓળખ અપાવી હતી

- વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈની જન્મ જયંતિએ સાયન્સ સિટી ખાતે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું

દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા હતા અને અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળની ૧

૧૨ ઓગસ્ટ ૧૯૧૯માં અમદાવાદમાં જન્મેલા વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈની જન્મ જયંતિએ સાયન્સ સિટી ખાતે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું આ સેલિબ્રેશનમાં ઈસરોના સિનિયર વૈજ્ઞાનિક ડો. મેહુલ પંડયાએ હાજર રહેલા ૧૫૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સામે ડો. વિક્રમ સારાભાઈના વિઝન વિશે વાત કરી હતી. તેઓએ વિક્રમ સારાભાઈ વિશે કહ્યું કહ્યું કે સોલર ફિઝિક્સ અને કોસ્મિક રેઝ પ્રત્યેની જિજ્ઞાસા અને લગાવને લીધે તેઓએ દેશમાં વિવિધ જગ્યાએ અવકાશીય અવલોકન કેન્દ્રો સ્થાપ્યા હતા અને  અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે. ગુજકોસ્ટ અને ડેકુ-ઈસરોએ ગુજરાતી માં બનાવેલી  'ધ પાયોનિયર' નામની ફિલ્મ વિદ્યાર્થીઓને બતાવી હતી. આ ફિલ્મ ડો. વિક્રમ સારાભાઈના જીવન પર અને તેમના વૈજ્ઞાનિક કાર્યપર હતી. વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લેતા થાય તે માટે વિજ્ઞાનને લગતા તમામ સેલિબ્રેશન, કોમ્પિટિશન, વર્કશોપ, લેક્ચર અમે સાયન્સ સિટી ખાતે યોજીએ છીએ. આ વખતે પણ ફિલ્મ અને લેક્ચર ઉપરાંત વિદ્યાર્થી વચ્ચે વિવિધ પ્રકારની કોમ્પિટિશન રાખવામાં આવી હતી જેથી વિદ્યાર્થી વિજ્ઞાનમાં વધુ રસ જાગે.
 

Post Comments