Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડૉગ્સને પણ કેટલાક સાયકોલોજીકલ ઈશ્યૂ હોય છે, જેને બહુ ધીરજ અને ખંતથી સૉલ્વ કરવા પડે

અમદાવાદની પ્રથમ સર્ટિફાઈડ ડૉગ ટ્રેનર નિધિ કહે છે કે, ડૉગ્સને પણ કેટલાક સાયકોલોજીકલ ઈશ્યૂ હોય છે, જેને બહુ ધીરજ અને ખંતથી સૉલ્વ કરવા પડે
૨૯ વર્ષની નિધિ સંગરાજકા મહેતાએ આમ તો બાયોઈન્ફોર્મેટિક્સમાં માસ્ટર ડીગ્રી મેળવેલી છે. પણ તેને ડોગ્સ પ્રત્યે નાનપણથી લગાવ છે અને એટલે જ માસ્ટર ડિગ્રી પછી એક વર્ષ બાયોઈન્ફર્મેટીક્સમાં નોકરી કર્યા પછી જોબ સેટીસ્ફેક્શન ન મળતાં તેણે પોતાના પેશનને અનુસરવાનો નિર્ણય કર્યો. અને આજે છેલ્લા છ વર્ષથી તે અમદાવાદના પાળેલાં ડૉગ્સની અને તેેને પાળનારા વાલીઓની તકલીફો સરળ કરવાનું કામ કરી રહી છે. આ અંગે નિધિનું કહેવું છે કે, પહેલાની ડૉગને ટ્રેનિંગ આપવાની ટ્રેડિશનલ રીતમાં ડૉગને ધમકાવવા-ડરાવવામાં આવતો. એ જોઈને મને કાયમ બહુ દુઃખ થતું. મને હંમેશા એમ લાગતું કે ડૉગ્સને ટ્રેઈન કરવા તેને આ રીતે ડરાવવા ધમકાવાની  જરૃર નથી. પછી મને ખબર પડી કે મુંબઈમાં ડોગ ટ્રેનર કઈ રીતે બનાય તેનો કોર્સ ચાલે છે. યોગાનુયોગ તે કોર્સ ઈન્ડિયાના પ્રથમ લેડી ડૉગ ટ્રેનર શીરીન મર્ચન્ટ ચલાવે છે. મેં તે કોર્સ જોઈન કરી લીધો. પહેલા બરોડામાં ડોગને ટ્રેનિંગ આપવાનું  શરુકર્યું. આજે પાંચ વર્ષથી અમદાવાદમાં છુ.
શેલ્ટર હાઉસમાં રહેતા ડૉગ્સને ઘર મળે તે માટે 'ડૉગ એડોપ્શન શો' કર્યો
નિધિએ ચાલુ વર્ષે જીવદયા અને ડૉગ લવર્સ ઈન અમદાવાદના સહયોગથી ફેબુ્રઆરીમાં ડૉગ એડોપ્શન શોનું આયોજન કર્યું હતું. આ અંગે નિધિ કહે છે કે, હું ઘણા સમયથી ડૉગ્સની લાઈફસ્ટાઈલ કેવી હોય તેનું ઓબ્ઝર્વેશન કરતી હતી. અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી કૂતરા પાળવાનું ચલણ વધી રહ્યું છે. લોકો દેખાદેખીમાં કે ક્યુટ લાગે એટલે ડોગ્સને ઘરે લઈ આવતા હોય છે. ડૉગની માંગ વધી છે એટલે સપ્લાય ડિમાન્ડ ચેઈન ઉભી થઈ ગઈ છે. ડૉગને ઈન્જેક્શન આપીને તેમનું બ્રિડિંગ કરાવવાનું ચલણ ચાલું થયું છે જે યોગ્ય નથી. પણ ડોગને ઘરે લઈને આવતા લોકોને જ્યારે તેને રાખવામાં તકલીફ પડે કે ક્યાંક શિફ્ટ થવાનું હોય તેવા કેસમાં તેને રસ્તે રઝળતું છોડી દે છે. એટલે શેલ્ટર હોમમાં અને એનજીઓમાં ઘણાં એવા ડોગ્સ હોય છે જેને ઘરની જરૃરત હોય છે. એટલે મારે લોકોને એ મેસેજ આપવો હતો કે એડોપ્શન ઈઝ એ ચોઈસ. એ શોમાં ડૉગને એડોપ્ટ કરો તો તેની શું કેર લેવી જોઈએ, તેના પ્રત્યે કેટલા જવાબદાર બનવું પડે, તે ડોગને શું તકલીફ છે અને તેના બેનિફીટ શું થાય જેવી માહિતી અમે આપી હતી. જીવદયા અને ડૉગ લવર્સ ઈન અમદાવાદના ડૉગ્સને એડોપ્શન માટે ઓપન રાખવામાં આવ્યા હતા. આ શોમાં સાત ડૉગને ઘર અપાવવામાં અમને સફળતા મળી હતી તે વાતનો આનંદ છે.
ડૉગની સંભાળ લેતા પહેલા માણસે પોતાનો એટિટયુડ બદલવો જોઇએ
આજથી બે-ત્રણ વર્ષ પહેલાની વાત છે. એક મિત્ર હિરલને રસ્તા પરથી એક કોકર સ્પેનિયલ ડોગ મળી આવ્યું હતું. દોઢેક વર્ષના આ ડૉગ જેનું નામ સની છે. હિરલે સનીને બે-ત્રણ ઘરે એડોપ્ટ કરાવવાની કોશીશ કરી પણ દર વખતે તેને કોઈ રાખતું નહીં. એટલે હિરલે એ ડોગને જાતે રાખવાનો નિર્ણય કર્યો. તેની પાસે પહેલેથી એક પગ ડૉગી હતું. સની હિરલ પ્રત્યે ખૂબ પઝેસિવ હતું. તેના રૃમમાં કોઈને ન જવા દે, બીજું ડૉગ જે પહેલાથી હિરલ પાસે હતું તેને પાસે ન આવવા દે, સનીની પાસે પણ કોઈને ન જવા દે. મહેમાન આવે તે એને બિલકુલ ન ગમે. મેં ધીરેે-ધીરે સનીનો વિશ્વાસ કેળવીને તેને રિવોર્ડ બેઝ્ડ મેથડથી ટ્રેનિંગ આપવાનું શરું કર્યું. હિરલને પણ સમજાવ્યું કે ઘરમાં ગેસ્ટ આવે તો સનીને કંઈક રિવોર્ડ આપે એટલે કે એને ભાવતું ખાવાનું આપે કે કોઈ ગેમ રમાડે. એ રીતે હવે આજે બે વર્ષ પછી સનીને ઘરમાં કોઈ આવે તો ગમે છે અને ઘરના બીજા ડૉગ સાથે પણ તેને ફ્રેન્ડશિપ થઈ ગઈ છે. ડૉગ્સ સાથે ડીલ કરવામાં મુખ્ય જરૃરિયાત માણસે પોતાનો એટિટયુડ ચેન્જ કરવાની છે.
 

Post Comments