Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મર્યાદિત ચણતર અને ટેકનોલોજીના સમન્વયથી ડિઝાઈન સ્ટ્રક્ચર ઊભું કરાશે

- IIT-Gnમાં'સિઝમિક એનાલિસીસ એન્ડ ડિઝાઈન ઓફ કન્ફાઈન્ડ મેસનરી બિલ્ડિંગ' કોર્સમાં

- કેટલીક જાણીતી સંસ્થાઓ પણ આ કોર્સમાં જોડાઈ

પાંચ દિવસથી વધુ ચાલનારા આ કોર્ષમાં આઈઆઈટીના ૨૫ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ, અમદાવાદની કેટલીક સંસ્થા જેવી કે સેપ્ટ યુનિવર્સિટી, એલ.ડી. એન્જિ. કોલેજ, નિરમા યુનિવર્સિટી અને જમ્મુ-કાશમીરની ઈસ્લામિક યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ પણ આ કોર્સમાં ભાગ લીધો છે.

આ ઈઆઈટી ગાંધીનગર દ્વારા એક શોર્ટ કોર્સ ઓફર કર્યો છે. જેમાં અર્થક્વેક પ્રુફ બિલ્ડિંગ ડિઝાઈન પર ટેકનિકલ જ્ઞાાન આપવામાં આવશે. પાલજ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) ખાતે ૩૬ બિલ્ડિંગ બાંધવામાં આવી છે અને દેશમાં જાહેર ક્ષેત્રની મર્યાદિત ચણતર બાંધકામની સૌથી મોટી એન્જિનિયર એપ્લિકેશન છે. 'સિઝમિક એનાલિસીસ એન્ડ ડિઝાઈન ઓફ કન્ફાઈન્ડ મેસનરી બિલ્ડિંગ'નામનો કોર્સ ૧૫મી મે ગુરુવારે શરૃ થયો છે. મર્યાદિત ચણતર એક સંયુક્ત ચણતર છે અને મજબૂત કોંક્રિટ બાંધકામ ટેકનોલોજી છે. જ્યાં ચણતરની દિવાલો પ્રથમ બાંધવામાં આવે છે અને પછી મજબૂત કોંક્રિટ ઘટકો પછી કાસ્ટ કરવામાં આવે છે. જો કે, મર્યાદિત ચણતરની ઈમારતો રિ-એનફોર્સ્ડ કોંક્રિટ ફ્રેમ ઈમારતો જેવી જ જોવા મળે છે. જેનો વ્યાપક ઉપયોગ ભારતમાં થાય છે. ત્યાં મર્યાદિત ચણતરની તરફેણમાં ધરતીકંપની કામગીરી અને બાંધકામ ખર્ચમાં નોંધપાત્ર તફાવત છે. મર્યાદિત ચણતર ટેકનોલોજી ખાસ કરીને ભૂસ્તરીય સંવેદનશીલ વિસ્તારોમાં ઓછી- મધ્યમ કદની બિલ્ડિંગ બાંધકામ માટે યોગ્ય છે અને દક્ષિણ, યુરોપ, લેટિન, અમેરિકા, મધ્યપૂર્વ(ઈરાન), ચીન, ઈન્ડોનેશિયા વગેરે સહિતના ઘણા પ્રદેશોમાં ભૂતકાળના ધરતીકંપોમાં સારો દેખાવો કર્યો છે.
આઈઆઈટી ખાતે મર્યાદિત ચણતરનો ઉપયોગ રેસિડેન્શિયલ હાઉસિંગ અને હોસ્ટેલ બનાવવા માટે કરવામાં આવ્યો છે. આ સિવાય કેેમ્પસમાં મર્યાદિત ચણતર ઈમારતોનું આયોજન ચાલી રહ્યું છે. આ સબ્જેક્ટ યુજી અને પીજી સ્ટુડન્ટ્સ માટે નિયમિત અભ્યાસક્રમનો એક ભાગ છે. કેટલાંક ફેકલ્ટી અને પીજી સ્ટુડન્ટ્સ મર્યાદિત ચણતર ઈમારતોના ધરતીકંપનું પ્રદર્શન કરવાના હેતુથી સંશોધન પ્રોજેક્ટમાં સંકળાયેલા છે.

Post Comments