Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈસરોમાં 'નેશનલ ટેકનોલોજી ડે'ની ઉજવણી

સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઇસરો ખાતે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન(વીએસએસઈ) ખાતે કરવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રોમાં હાંસલ કરેલી પ્રોદ્યોગિકી સિદ્ધીઓ જેવી કે, શ્રેણીબંધ સુ-નિયંત્રિત પરમાણુ ધડાકા કરી પરમાણુ હથિયાર ક્ષમતા હાંસલ કરવી(પોખરણ-૨), દેશમાં જ નિર્મિત ત્રિશુળ મિસાઈલનું સફળ પરિક્ષણ અને હંસ વિમાનનું પ્રાયોગિક ઉડ્ડયન વગેરેને બિરદાવવા માટે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી થાય છે. આ સિદ્ધીઓ ૧૧મી મે, ૧૯૯૮ના રોજ હાંસલ કરવામાં આવી હતી. ઈસરો દ્વારા આ વર્ષે આ દિવસની ઉજવણી૧૭મી મે, ૨૦૧૭ બુધવારના રોજ ઉપગ્રહ સંચાર પદ્ધતિના વિષય સાથે કરવાનું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરની વિવિધ શાળા, કોલેજના સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, બાળકો, દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો અને સ્પેસ પ્રદર્શનને નિહાળ્યા હતા. વિવિધ લાઈવ પ્રોેજેક્ટ અને ફિલ્મ સ્ક્રિનિંગ દ્વારા પણ તેઓને સ્પેસશટલ, રોકેટ, સેટેલાઈટ, ઈસરોની કાર્યપદ્ધતિ વગેરેથી તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઈસરો એ આ ક્ષેત્રમા મોટી હરણફાળ ભરી છે.  ફોટો - સુરેશ મિસ્ત્રી, ગોૈતમ મહેતા

બિયોન્ડ અર્થ : ધ યુનિવર્સ
અહિં આવેલા તમામ મુલાકાતીઓ, બાળકો, સ્ટુડન્ટ્સ વગેરે માટે આ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. અહિં મોટી સંખ્યામા દિવ્યાંગ અને ડિસેબલ બાળકોએ પણ મુલાકાત લીધી હોઈ તેઓ માટે સાઈન લેન્ગવેજની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અહિં રોકેટનું ડિસપ્લે, રોકેટ કેવી રીતે ઉડે છે, આકાશમાં જઈને તેના પાર્ટ્સ કેવી રીતે છૂટા પડે છે અને ક્યારે છૂટા પડે છે, સેટેલાઈટને અવકાશમાં તરતો મૂકવાની સમગ્ર કાર્યપદ્ધતિથી લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા.


ગ્લોબલ મોડલ
આ પ્રદર્શનમાં પૃથ્વી અને સેટેલાઈટના લાઈવ મોડલ રજૂ કરવામાં આવ્યા હતા. સેટેલાઈટ પૃથ્વીની આસપાસ કેવી રીતે પરિભ્રમણ કરે છે તે દર્શાવવામાં આવ્યું હતું. જેમાં રિમોટ સેન્સિંગ સેટેલાઈટ અને બીજો કમ્યુનિકેશન સેટેલાઈટ હતા. રિમોટ સેન્સિંગ સેટેલાઈટ એ અવકાશમાંથી પૃથ્વીના વિવિધ ફોટોગ્રાફ પાડીને મોકલવાનું કામ કરે છે. તો કોમ્યુનિકેશન સેેટેલાઈટ એ માહિતીનું આદાનપ્રદાન એટલે કે ટીવી, મોબાઈલ, ઈન્ટરનેટ વગેરે.


આઈ.એન.એસ.એ.ટી.-૩ડી.આર. ઈમેજર(એક્ચ્યુઅલ વર્કિંગ મોડલ)
આ એક એવું મોડલ હતું કે જેના દ્વારા સેટેલાઈટ થૂ્ર પૃથ્વીના વિવિધ એંગલથી લાઈવ ફોટો પાડવામાં આવે છે. આ મોડલમાં મિરર, ટેલિસ્કોપ પણ લગાવવામાં આવ્યા છે. પૃથ્વીની લાઈવ ઈમેજ આવતા ૨૬ મિનિટ જેટલો સમય લાગે છે. મોટાભાગે આનો ઉપયોગ મેઝર પ્રિડિક્શન લેવા માટે થાય છે. આમાં ઈમેજર દ્વારા વિવિધ ઈમેજ લેવાય છે. સાઉન્ડર દ્વારા ટેમ્પરેચર અને પ્રેશર દ્વારા હ્યુમિડીટી માપવાના ઉપયોગમાં આવે છે.


લેઝર રેન્ગિંગ એન્ટેના
આ એક નેવિગેશન સેટેલાઈટ છે. હાલ આપણે યુએસએની જીપીએસ સિસ્ટમ યુઝ કરીએ છીએ. હવે IRNSSના સાત સેટેલાઈટ લોંચ કર્યા છે. જેથી ઈન્ડિયા અને તેની આસપાસનો ૧૫૦૦ કિ.મી. એરિયા કવર કરી શકાશે. આ લેઝર રેન્ગિંગ એન્ટેનામાં કમ્યુનિકેશન સિસ્ટમ, સોલાર પેનાલ, એમએલઆઈ એટલે કે ટેમ્પેરેચર મેઈનટેન કરવા, ફ્યુલ ટેન્કનો પણ સમાવેશ છે.

Post Comments