Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્લોક પ્રિન્ટિંગ અને પિઠોરા આર્ટની વર્કશોપ

પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિ.ના લિબરલ સ્ટડીઝના સ્ટુડન્ટસ માટે બ્લોક પ્રિન્ટિંગ અને પિઠોરા આર્ટ વર્કશોપનું આયોજન કરાયું . આ વર્કશોપમાં તેજગઢના દયસિંહ રાઠવાએ ૫૩૫ વિદ્યાર્થીએ પિઠોરા કલાની સમજ આપી સ્કૂલ આફ લિબરલ સ્ટડીઝના ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ માટે બે દિવસીય બ્લોક પ્રિન્ટિંગ અને પિઠોરા આર્ટ વર્કશોપનું આયોજન ઓડિટ કોર્સ ૨૦૧૭-૧૮ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ૫૩૫ વિદ્યાર્થીએ ખૂબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપનું સંચાલન દયસિંહભાઈ રાઠવા છોટા ઉદયપુર જિલ્લાના તેજગઢ ગામના કલાકારે કર્યું હતું. તેઓ પિઠોરા કલાને પ્રમોટ કરવા માટે વિવિધ સંસ્થાઓ અને કોલેજોમાં પિઠોરા કલાનું પ્રદર્શન કરી રહ્યાં છે. બ્લોક પ્રિન્ટિંગ વર્કશોપ જયંતીભાઈ ચિતારા એ સંચાલિત કર્યો હતો. તેઓ કલામકરી અને બ્લોક પ્રિન્ટિંગ ફોર્મના પ્રસિદ્ધ કલાકાર છે અને તેમની કલાના ઘણા એક્ઝિબિશન થયેલા છે. બ્લોક પ્રિન્ટિંગમાં તેમને ૩૫-૪૦ વર્ષનો અનુભવ છે. આ વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓ પિઠોરા કલાના વિવિધ પ્રતીકો શીખ્યા અને બ્લોક પ્રિન્ટિંગમાં બ્લોક્સ બનાવતા તેમજ  કાપડ અને  કેનવાસ ઉપર પ્રિન્ટ કરતા શીખ્યા તેઓ નેચરલ કલર કેવી રીતે બને અને તેને મિક્સ કરીને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે શીખ્યા
આ વર્કશોપનો કરવાનો ઉદ્દેશ ગુજરાતની વિવિધ કલા અને તેના ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવાનો હતો. તેઓ કલાની વિવિધ તકનીકો સમજી શકે અને કુદરતી રંગો બનાવી શકે તેમજ  વિવિધ પ્રકારની થીમ સમજીને તેને સર્જનાત્મક રીતે પ્રદશત કરી શકે. - નીતા ખુરાના અને ખુશાલી પુરોહિત (પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર)
પિઠોરા કલા પર આજનો વર્કશોપ ખૂબ જ જ્ઞાાનદાયક રહ્યો વર્કશોપ દરમ્યાન અમને આદિજાતિ સંસ્કૃતિ અને તેમની માન્યતાઓ વિશે જાણકારી મળી. અમે કાગળ બેગ પર ઘણી અલગ પ્રકૃતિઓ બનાવી, જે આદિવાસી સંસ્કૃતિ દ્વારા અનુસરવામાં આવતી ધામક વિધિઓથી સમજણ આપે છે. -સાક્ષી અગ્રવાલ
અમે આ વર્કશોપ દરમિયાન વિવિધ પ્રકારની કલા શીખ્યા જે પરોક્ષ રીતે અમારી સાંસ્કૃતિક સાચવવા માટે અમને મદદ કરે છે. -અદિતિ રૃઘણી
આજનો વર્કશોપએ મારી અંદર છુપાયેલા કલાકારને બહાર લાવવા માટે મને મદદ કરી હતી. આ એક નવો અનુભવ હતું, નવા વ્યક્તિત્વના પરિમાણોને શોધવામાં મદદ કરી અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં પણ મદદરૃપ થઈ. -શિવાંગ અનિયાલ
બ્લોક પ્રિન્ટિંગ મારા માટે એક નવો અનુભવ હતો. તે સરળ લાગતું હતું પરંતુ તે સંપૂર્ણપણે અલગ વસ્તુ હતી. આ વર્કશોપથી અમારી સર્જનાત્મકતા બહાર આવી હતી. -દર્શિત શેરિઆયા
આડિટ કોર્સના ભાગરૃપે બ્લોક પ્રિન્ટિંગએ મારા માટે એક આકર્ષક અનુભવ રહ્યો એક નવી કળારચના શીખાવાનો મોકો મર્યો સર્જનાત્મક પ્રતીક બનાવ્યા. -અબ્સાસ
 

Post Comments