Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સરકાર, સમાજ અને બિઝનેસ સાથે મળે તો દેશમાં માનવતા, ક્રિએટિવિટી અને વિકાસ સધાશે

શનિવારના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે પ્રોફેસર પ્રદિપ ખાંડવાલાએ લખેલા પુસ્તક 'ફાસ્ટ ફોરવર્ડ ટુવર્ડ્ઝ સિવિલાઈઝેશનલ ગ્રેટનેસ- એજેન્ડા ફોર ઈન્ડિયા'ના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના ગવર્નર ઓ. પી.કોહલીએ આ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં ભારત કઈ રીતે આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે, કયા પાસાંઓમાં તેને સફળતા મળી છે અને કયા પાસાંઓમાં તે એક દેશ તરીકે નિષ્ફળ રહ્યું છે તેમજ એક મોડર્ન સંસ્કૃતિ તરીકેની ઓળખ મેળવવા ભારતે શું કરવું પડશે તેવી વાતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સરકાર, સાંસ્કૃતિક સમાજ અને બિઝનેસ ત્રણેય સાથે મળીને કામ કરે તો જ દેશમાં માનવતા, ક્રિએટિવિટી અને વિકાસ સાધી શકાશે તેવો દ્રષ્ટિકોણ આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યો છે. આ પુસ્તક એકેડમી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સહયારા પ્રયત્નોથી પબ્લિશ કરવામાં આવી છે.

Post Comments