Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિઝન ઈન ડાર્કની મુલાકાત પછી દિવ્યાંગ લોકો ઘરેબેઠાં માણી શકે એ રીતે ફિલ્મ મોડિફાય કરવાનો પ્રસ્તાવ મુક

- દિવ્યાંગોને મનોરંજનમાં પણ સમાન તકો મળી રહે તે માટેના પ્રયાસો હવે શરૃ થયા

- સૌપ્રથમ વાર આ રીતે તૈયાર કરાયેલી ફિલ્મને ૧૫મી ઓગસ્ટે પ્રસારિત કરવામાં આવશે.

દિવ્યાંગ લોકોને સમાન તકો મળી રહે તે માટે પ્રધાનમંત્રીએ એક્સેસિબલ ઈન્ડિયા કેમ્પેઈનની શરૃઆત કરી છે. ત્યારે દિવ્યાંગોને મનોરંજનમાં પણ સમાન તકો મળી રહે તે માટેના પ્રયાસો હવે શરૃ થયા છે. છેલ્લા કેટલાક સમયથી જાણીતી હિન્દી ફિલ્મોમાં ઓડિયો ડિસ્ક્રિપ્શન અને સબટાઈટલ્સ એડ કરી અંધ અને બધિર વ્યક્તિઓ માણી શકે એ રીતે તૈયાર કરાય છે. અત્યાર સુધીમાં આ રીતે ત્રણેક ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. પણ સૌપ્રથમ વાર આ રીતે તૈયાર કરાયેલી ફિલ્મને ૧૫મી ઓગસ્ટે પ્રસારિત કરવામાં આવશે. સેટટોપ બોક્સના રિમોટમાં આવેલા લેન્ગવેજ ઓપ્શનમાં જઈ 'ઓડિયો ડિસ્ક્રિપ્શન' ઓપ્શન સિલેકટ કરીને બ્લાઈન્ડ માટેના ઓડિયો ડિસ્ક્રિપ્શન ધરાવતી આવેલી ફિલ્મને માણી શકાશે. શુકવારે સાંજે અંધજન મંડળ ખાતે આ ફિલ્મનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું. આ અંગે ઉષા થોમસ કહે છે કે, 'અમે જ્યારે અંધજન મંડળના વિઝન ઈન ડાર્કની મુલાકાત લીધી ત્યારે સૌપ્રથમ વાર અંધલોકોને પડતી મુશ્કેલીઓનો ખ્યાલ આવેલો. એ પરથી અમને દિવ્યાંગ લોકોને મનોરંજન મળી રહે તે રીતના પ્રોગ્રામો તૈયાર કરવાનો વિચાર આવ્યો.આ ફિલ્મ અંધજનોને ઘરેબેઠા મનોરંજન પહોંચાડવાનો પ્રથમ પ્રયાસ છે.' અંધજન મંડળ ખાતે ફિલ્મ માણનાર દિવ્યાંગ આઈકોન કલગી રાવલ કહે છે કે,જોઈ ન શકતા હોય તેવા મારા જેવા લોકો માટે આ ડિસ્ક્રિપ્શનથી ફિલ્મને સમજવામાં ખૂબ મદદ મળશે. અત્યાર સુધી ફિલ્મને સંપૂર્ણપણે માણવા માટે અમારે કોઈની મદદ લેવી પડતી હતી. એની જગ્યાએ હવે ઘરે બેઠાં આ રીતની ફિલ્મ જોવા મળશે તેનો આનંદ છે.

Post Comments