Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પરફોર્મન્સ એવું આપો કે લોકો તમારી વાત યાદ કરે અને તમારી એક નવી ઓળખ ઊભી થાય

જેસીઆઇ અમદાવાદ દ્વારા ઝોન ટ્રેનર્સ માટે ત્રણ દિવસીય ટ્રેનિંગ સેશનનું આયોજન કરાયું

જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયા (જીસીઆઇ) ઝોન ટ્રેનર્સ વર્કશોપ દ્વારા દ્વારા જે વિદ્યાર્થીઓ ટ્રેનર બનવા માંગતા હોય તેમના માટે ત્રણ દિવસના ટ્રેનિંગ સેશનનું આયોજન કરાયું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી સિલેક્ટેડ ૩૦ વિદ્યાર્થીએ ભાગ લીધો છે. આ ટ્રેનિંગ સેશનના ઇનોગ્રેશનમાં જેસીઆઇના પ્રેસિડેન્ટ જયેશ વેગડાએ વેલકમ સ્પીચ સાથે લોકો તમારી વાત યાદ કરે અને તમારી એક નવી ઓળખ ઊભી થાય તેવું પરફોર્મન્સ આપવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે કાર્યક્રમમાં ઝોન પ્રેસિડેન્ટ, હિતુલ કાર્યા ઉપસ્થિત રહ્યા હતા

એક ટ્રેનર તરીકે તમારો ગોલ સ્પષ્ટ હોવો જોઇએ

પહેલા ભૂલતા શીખો અને પછી નવેસરથી શીખવાનું શરૃ કરો. જો તમે આમ કરશો તો તમે આકાશમાં ઉડશો. તમે પાસ થશો કે ફેઇલ તેની ચિંતા કર્યા વગર તમારું બેસ્ટ પરફોર્મન્સ આપો. એક ટ્રેનર તરીકે સેશન ચાલુ થાય તે પહેલેથી જ તમારો ગોલ સ્પષ્ટ હોવો જોઇએ, કે સેશન પુરો થતા સેશન અટેન કરનારમાં તમે કેવો બદલાવ લાવવા ઇચ્છો છો, આ ખૂબ જરૃરી છે. ભાગ લેનાર બધાની વચ્ચે બોલતા થાય તે આપણો મેઇન ગોલ હોવો જોઇએ .  - ઝાકીર હુસેન, હેડ કોચ, GCI

 

Post Comments