Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદમાં એક હજાર C.A.નો મેળાવડો થશે

આઈસીએઆઈ દ્વારા ૮-૯ ડિસેમ્બર ના રોજ ચાર્ટર્ડ અકાઉન્ટના સ્ટુડન્ટસની કોન્ફરન્સનું આયોજન

ધ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા ૮ અને ૯ ડિસેમ્બર, ૨૦૧૭નાં રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે સી.એ. સ્ટુડન્ટસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે, જેમાં ૧૦૦૦થી પણ વધુ સી.એ. સ્ટુડન્ટ ભાગ લેશે. આ અંગે  માહિતી આપતા અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન અને કોન્ફરન્સ કો-ઓડનેટર સી.એ. ચિંતન પટેલે કહ્યું કે  'આઈસીએઆઈની સ્ટુડન્ટસ વિંગ વિકાસ દ્વારા વર્ષભરમાં સેમિનાર અને અન્ય કાર્યક્રમો સતત યોજાતા હોય છે પણ આ વર્ષે ખાસ ૮ અને ૯ ડિસેમ્બરના રોજ સી.એ. સ્ટુડન્ટસ માટે મેગા કોન્ફરન્સ યોજાઈ રહી છે. આ કોન્ફરન્સની થીમ 'નર્ચરિંગ વેલ્યુઝ એન્ડ ઈન્ટિગ્રિટી' છે, જેમાં  'સી.એ. સ્ટુડન્ટસને ચાર્ટર્ડ એકાઉન્ટન્સ વ્યવસાયનાં મુલ્યો, નીતિમત્તાની જાળવણી વગેરેની જાણકારી મળે તેવા હેતુથી વિવિધ વિષયોની પસંદગી કરવામાં આવી છે. સી.એ. સ્ટુડન્ટસ કોન્ફરન્સમાં પ્રથમ દિવસે નવી દિલ્હીનાં સીએ ગૌરવ ગુપ્તા, આઈસીએઆઈનાં બોર્ડ ઓફ સ્ટડીઝનાં ચેરમેન સીએ અતુલ કુમાર ગુપ્તા, વાઈસ ચેરમેન સીએ મંગેશ કિનારે પોતાનું વકતવ્ય આપશે અને સ્ટુડન્ટસ દ્વારા ૧૮ પેપર પ્રેઝન્ટ થશે. સાથે સાથે આઈસીએઆઈનાં પૂર્વ સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સી.એ. સી એસ નંદા સી.એ. સ્ટુડન્ટસને મોટીવેશનલ સ્પીચ પણ આપશે. આ ઉપરાંત સી.એ. કે.ડી. શાહ અને આઈસીએઆઈનાં પૂર્વ પ્રેસિડેન્ટ સી.એ. સુનિલ તલાટી દ્વારા સ્પેશિયલ સેશન્સમાં સી.એ. સ્ટુડન્ટસને સંબોધન કરવામાં આવશે અને જીએસટી જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં પણ આવશે.
 

Post Comments