Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અષાઢના મેઘ સાથે પ્રાંગરેલી મલ્લિકા અને કાલિદાસની પ્રેમકથા રજુ કરતું નાટક

- મૈં તૂટકર ભી અનુભવ કરતી રહીં કી તુમ બન રહે હો...

- જે.જી. કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સ્ટુડન્ટ્સ દ્વારા મોહન રાકેશનું 'આષાઢ કા એક દિન' નાટક ભજવાયું

નાટકની કથાવસ્તુ અષાઠ મહિનાના મેઘથી શરૃ થાય છે અને અંત પણ અષાઢના મેઘથી પૂર્ણ થાય છે. નાટકની મુખ્ય નાયિકા મલ્લિકા કે જે નાયક કાલિદાસને ખૂબ જ ચાહે છે પરંતુ નિઃસ્વાર્થભાવે મલ્લિકા પોતાના પ્રેમનંુ બલિદાન આપી કાલિદાસને કવિ તરીકે રાજદરબારમાં જવાની હસતામુખે રજા આપે છે. મલ્લિકા કાળિદાસને મળે તે મલ્લિકાની માતા અંબિકાને જરાય પસંદ નથી અને કહે છે કે, 'મલ્લિકા આટલો નિઃસ્વાર્થ પ્રેણ પણ સારો નહીં.'  મલ્લિકા જવાબ આપતા કહે છે કે, 'હું કાલિદાસને ચાહું છું અને તેમના તરફથી મને કોઈ અપેક્ષા નથી.'

મલ્લિકાની જીદ સામે હારી જઈને કાલિદાસ કુદરતી સૌંદર્યને છોડીને ઉજ્જૈન જાય છે અને ત્યાં જઈને અનેક નાટકોની રચના કરી પ્રસિદ્ધી મેળવે છે. લગ્ન પણ કરે છે તેમ છતાં મલ્લિકા કોઈ ફરિયાદ કરતી નથી. મલ્લિકા માત્ર એટલું જ ઈચ્છે છે કે કાલિદાસ હંમેશા સુખી રહે. આ સમયે મલ્લિકાની માતા અંબિકા કહે છે કે, 'હું ન હોતી કહેતી કે કાલિદાસ તને છેતરે છે. જોયું તારા પ્રેમનું પરિણા?' પરંતુ મલ્લિકા એની પરવા કરતી નથી. મલ્લિકાને મળવા રાજવધુ આવે છે પણ મલ્લિકા તેની તમામ લાલચો નકારે છે.  બીજી તરફ, વિલોપ હંમેશા કાલિદાસને મલ્લિકા ના મળે તે માટે મલ્લિકાની માતા અંબિકાને સમજાવે છે. બાદમાં અંબિકાના અવસાન પછી અષાઢ મહિનો આવે છે અને મેઘગર્જના થાય છે. મલ્લિકા અષાઢમાં કાલિદાસ સાથે વરસાદમાં પલળી હતી તે યાદ કરે છે. ગ્રામજન આવે છે અને જણાવે છે કે કાલિદાસે સંન્યાસ લીધો છે અને બધું છોડી દીધું છે. આ વાત મલ્લિકા સ્વીકારતી નથી અને એક પછી એક કાલિદાસના પુસ્તકો જુએ છે. એ સમયે મલ્લિકા કાલિદાસને મનોમન ઠપકો આપે છે કે, 'તારા પુસ્તકો મેળવવા માટે મેં ઘરની એકે એક વસ્તુઓ વેચી દીધી છે.'

એવામાં કાલિદાસ આવીને મલ્લિકાને મળે છે. બંને જૂની વાતો યાદ કરે છે ત્યાં જ બાળકીનો રડવાનો અવાજ આવે છે કે જે મલ્લિકાને વિલોમથી થઈ છે. એવામાં વિલોમ મદીરાપાન કરેલી હાલતમાં આવે છે અને કાલિદાસને મ્હેણાં ટોણાં મારતા કહે છે કે, 'વર્ષો પહેલાં આપણે આ ઘરમાં મળ્યા હતા અને આજે પણ અહિંયા મળ્યા. હવે તુ સ્વજન નહીં પણ અતિથી છે.' બાળકીના રડવાના અવાજ સાથે કાલિદાસને નિરાશા સાંપડે છે કારણ કે વર્ષોથી મલ્લિકાને મૂકીને ગયા પછી પોતે પણ અસ્વસ્થ જ રહ્યો છે. ભલે તેણે સુખ સગવડો ભોગવી હોય એ ફરીથી મલ્લિકાને પોતાની કરવા આવે છે પણ મલ્લિકા હવે તેની રહી નથી. જે અષાઢના વરસાદમાં તેઓ સાથે ભીંજતા એ જ અષાઢના વરસાદમાં તે એકલો ભીંજાય છે અને કાલિદાસની ગહન નિરાશાઓ સાથે નાટક પૂર્ણ
થાય છે.
 

Post Comments