Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદના ૮૦ યુવાનો લગ્નો કે ઘરમાં વધેલું ભોજન ભૂખ્યા લોકો સુધી પહોંચાડે છે

રોબીનહુડ ગુ્રપ રોજના ૧૦૦થી ૧૫૦ ભૂખ્યા લોકો સુધી ભોજન પહોંચતું કરે છે અને એક મહિનામાં સરેરાશ ૧૮૦૦ લોકોને જમાડે છે.
ભૂખ્યાને ભોજન આપવનાના મંત્રની સાથે અમદાવાદમાં એક્ટિવ થયેલું રોબીનહુડ ગુ્રપ રોજના ૧૦૦થી ૧૫૦ ભૂખ્યા લોકો સુધી ભોજન પહોંચતુ કરે છે અને એક મહિનામાં સરેરાસ ૧૮૦૦ લોકોને જમાડે છે. આ ભોજન શહેરની રેસ્ટોરેન્ટ, પાર્ટીપ્લોટ, મંદિર કે કોઈના ઘરમાં વધ્યું હોય તે હોય છે.  આ અંગે માહિતી આપતા વોલિયન્ટર દિપ સોની કહે છે કે,  અમારો વિચાર બહુ જ સાદો છે. નવયુવાનો એ શેરીઓ માં જઈને તેમના પડતર સમય નો ઉપયોગ રાષ્ટ્રીય ભૂખ ની સામે લડત કરવાનો છે.
અમારોે મુખ્ય હેતુ ખોરાક નો થતો બગાડ અટકાવવાનો છે. અમે વધેલો ખોરાક રેસ્ટોરન્ટ, પાર્ટી, મંદિર અને અન્ય જગ્યાએ થી મેળવી ને કમનસીબ ભૂખ્યા ને વહેંચીએ છીએ. આ પ્રક્રિયા અમે સપ્ટેમ્બર ૨૦૧૬ ના દિવસે ચાલુ કરી હતી અને અત્યાર સુધી એક લાખથી વધારે લોકોની મદદ કરી છે. સામાન્ય પણે રેસ્ટોરેન્ટ કે પાર્ટીમાં વધતું ભોજન તેઓ બહાર ફેંકતા હોય છે તે ભોજન જરુરીયાતમંદના પેટ સુધી પહોંચે તે હેતુથી અમદાવાદના ચાર વિભાગોમાં વર્કિંગ પ્રોફેશનલ વોલિટન્ટરો જોડાયા છે અને એક્ટિવલી કાર્યરત પણ છે.
આ ગ્રુપ ભારતની ૪૨ સિટી ઉપરાંત ૬ દેશમાં કાર્યરત
આ ગુ્રપ અમદાવાદમાં જ નહીં પણ ભારતની ૪૨ સિટીમાં અને ૬ દેશમાં કાર્યરત છે. રોબીન હુડ ગુ્રપ એક 'નોન કેશ ઓર્ગેનાઈઝેશન' છે જે કોઈપણ પ્રકારનું ડોનેશન સ્વિકારતુ નથી કેમ કે આ ગુ્રપનો ઉદેશ્ય માત્ર અન્નનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપવું છે જેના માટે આ ગુ્રપને પૈસાની જરુર નથી પડતી કેમકે આ ભોજન રેસ્ટોરન્ટ, મંદિક, કે પાર્ટીપ્લોટમાંથી મળી રહે છે.
આ ગુ્રપ કઈ રીતે કાર્ય કરે છે
આરએચએ અમદાવાદ નામનું ફેસબુકમાં ગુ્રપ છે અને વોટ્સએપ ગુ્રપ છે જેમાં વોલિયન્ટર્સ જોડાય છે અને આ જ ગુ્રપમાં અમને જે સ્થળે ભોજન વધ્યુ છે તેની માહિતી મળે છે જેથી અમદાવાદમાં ચાર પેટા વિભાગ છે જેમાં નરોડા, મણીનગર, વેસ્ટ અમદાવાદ અને ગાંધીનગરનું એક આ ચેપ્ટરમાંથી જે વોલિયન્ટર નજીકમાં હોય તે ભોજન કલેક્ટ કરીને ભૂખ્યા સુધી પહોંચાડે છે.  છે જે આખા અમદાવાદમાં એક્ટિવ છે.

Post Comments