Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીની પરેડમાં ગુજરાતના ૪૪ વિદ્યાર્થી ભાગ લેશે

વિવિધ કોલેજમાં અભ્યાસ કરતા ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ગૂજરાત વિદ્યાપીઠ ખાતે પરેડ કરી પોતાની કાબેલિયત દર્શાવશે
દર વર્ષે ૨૬મી જાન્યુઆરીનું દિલ્હી ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે આ ઉજવણીમાં જમીન, આકાશ અને નૌકાદળની સેનાની બટાલીયનની પરેડ થતી હોય છે. જે  દેશના લોકોમાટે આકર્ષણનું કેન્દ્ર હોય છે આ પરેડમાં કોલેજમાં અભ્યાસ કરતા અને એનએસએસ સાથે જોડાયેલા વોલિયન્ટર્સને સેના સાથે પરેડ કરવાની ખાસ તક પ્રાપ્ત થતી હોય છે જેના માટે વિદ્યાર્થીઓએ પહેલા કોલેજ કક્ષા પછી યુનિવર્સિટી અને પછી રાજ્યકક્ષાએ પરેડમાં પોતાની કાબેલિયત સાબીત કરવી પડતી હોય છે. ૬ સપ્ટેમ્બરે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યની ૩૦થી વધુ યુનિવર્સિટીમાંથી ૨૫૦ જેટલા વોલિયન્ટર રાજ્યકક્ષાની પરેડ સિલેક્શન માટે આવ્યા હતા. જેમાંથી ૪૪ વિદ્યાર્થીનું સિલેક્શન કરવામાં આવશે અને તેઓને પ્રિ-આરડીની તાલીમ માટે ૨૨ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોમ્બર દરમિયાન તેલાંગના મોકલવામાં આવશે. આ અંગે માહિતી આપતા ગુજરાત એનએસએસ હેડ કમલકુમાર કર કહે છે કે  ૧૦ દિવસના પ્રિઆરડી કેમ્પમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ પણ આવશે અને ત્યાં દિલ્હી પરેડ માટે લઈ જવા લાયક વિદ્યાર્થીઓનું સિલેક્શન દિલ્હીની સેન્ટ્રલ ટીમ ફાઈનલ કરશે. જે વિદ્યાર્થીઓનું પ્રિ-આરડી કેમ્પમાં સારુ પરફોર્મન્સ હશે તેવા વિદ્યાર્થીઓ ૧ જાન્યુઆરી ૨૦૧૮થી ૨૫ જાન્યુઆરી સુધી પરેડની તાલીમ દિલ્હીમાં  લેશે અને ૨૬મી જાન્યુઆરીએ રાજપથ ખાતે દેશની સેના સાથે પરેડ કરશે.

Post Comments