Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૧ સૂફી કલાકારની પારંપરિક ઢબે સંગીત પ્રસ્તુતિ

- શહેરની એક સંસ્થાએ બાડમેરના ૧૧ સૂફી સંગીત કલાકારને આમંત્રિત કરી પારંપરિક સંગીત જળવાઇ રહે તેવા ઉદ્દેશ્યથી રાણીપ બસ સ્ટેન્ડમાં કાર્યક્રમ યોજ્યો

ભારતના વિવિધ રાજ્યની વ્યવસ્થા અને પરંપરા પ્રમાણે અલગ અલગ ઢબની સંગીત રીતો છે. જેમાં રાજસ્થાનની સૂફી સંગીત શૈલી ખૂબ પ્રચલિત છે. આપણું પારંપરિક સંગીત વિસરાતું જાય છે. આ વિસરાતા જતા પારંપરિક સંગીતને સાચવવા શહેરની એક સંસ્થાએ સૂફી સંગીત કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના ૧૧ સૂફી સંગીત કલાકારોને આમંત્રિત કર્યા હતા. આ કાર્યક્રમનું આયોજન શહેરના બે સ્થળોએ એક જ દિવસમાં થયું હતું. કલાકારોએ વારા ફરતી બન્ને જગ્યાએ પરફોર્મન્સ આપ્યું હતું. જેમાં એક પરફોર્મન્સ થલતેજ સ્થિત એક કાફેમાં થયું હતું જેમાં ૧૦૦થી વધારે લોકો આવ્યા હતા. આ સાથે બીજું પરફોર્મન્સ રાણીપ સ્થિત નવા બસ સ્ટેન્ડ ખાતે યોજાયું હતું. જેમાં ૪૦૦થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા.
 

Post Comments