Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રોજ 5 km ચાલતા નિર્મલા બા 102 વર્ષે નિરોગી જીવન જીવે છે

- ગાંધીજીના દર્શન કરી ચૂકેલા નિર્મલાબહેનનો જન્મ અને ઉછેર સિંહોરમાં થયો

નિર્મલાબહેનનો જન્મ અને ઉછેર સિંહોરમાં થયો હતો. ૧૯ વર્ષે લાલજીભાઇ સાથે લગ્ન કરી સાયલામાં સંયુક્ત પરિવારમાં આવીને વસ્યા. તેઓ કંસારા હોવાથી વાસણની દુકાન પર ઘર નભતું હતું. સો વર્ષમાં ઘણાં તડકાં અને છાયાં વેઢી ચૂકેલા નિર્મલા બા પોઝિટીવ એટિટયુટ ધરાવે છે. તેથી કહે છે કે, કોઇપણ પરિસ્થિતિમાં વિચલિત થવું ન જોઇએ. જે થાય એ સારાં માટે થાય છે. બીજું સતત પરિવર્તન આવે છે.

૧૦૨ના થયા હોવા છતાં નિર્મલાબા પાંચ કિલોમીટર સડસડાટ ચાલે છે અને ધ્યાન, કપાલભાતિ, પ્રાણાયામ પણ કરે છે. તેમની સ્ફુતને જોઇને કોઇ ના કહે કે તેઓ સો વર્ષ વીતાવી ચૂક્યા હશે. ગાંધીજીના દર્શન કરી ચૂકેલા નિર્મલાબહેનનો જન્મ અને ઉછેર સિંહોરમાં થયો હતો. ૧૯ વર્ષે લાલજીભાઇ સાથે લગ્ન કરી સાયલામાં સંયુક્ત પરિવારમાં આવીને વસ્યા. તેઓ કંસારા હોવાથી વાસણની દુકાન પર ઘર નભતું હતું. એમાં સંયુક્ત પરિવાર પણ સોંઘવારી હતી એટલે ખાસ વાંધો આવતો નહીં. સમય જતાં બે દીકરી અને ત્રણ દિકરાઓને જન્મ આપ્યો.

સૌથી નાનો દીકરો હજુ માંડ ચાર-પાંચ વર્ષનો થયો હશે ત્યાં નિર્મલાબહેનના પતિનું અવસાન થયું. અચાનક પતિનું મૃત્યુ થાય અને સંતાનો નાના હોય એટલે કોઇપણના માથે પહાડ તૂટી પડે. પાછા એ રૃઢિચુસ્ત જમાનામાં વિધવાઓ માટે સમાજમાં ખાસ કોઇ સ્થાન નહોતું. આવી સ્થિતિમાં પતિ વગર જીવવું અઘરું તો હતું, પણ તેમણે મનને ભક્તિના માર્ગે વાળી લીધું. સંતાનો મોટા થતાં અમદાવાદમાં આવીને વસ્યા.

નિર્મલા બા કહે છે,'હું રોજ સવારે પાંચ વાગે ઊઠું છું. ઊઠીને ધ્યાન, કપાલભાતી અને પ્રાણાયામ કરું છું. પછી એક થેલીમાં બાળકો માટે બિસ્કિટ, બીજી થેલીમાં પારેવા માટે ચણ અને ત્રીજી થેલીમાં કૂતરા માટે રોટલી કે ભાખરી આમ ત્રણ થેલી લઇને ચાલવા નીકળું છું. રોજ પાંચેક કિલોમિટર ચાલીને ઘરે પરત ફરું. અમે વૈષ્ણવ છીએ તેથી શ્રીનાથજી, જમુનાજીની બે થી અઠી કલાક પૂજા કરું. બપોરે જમીને એકાદ કલાક સૂઇ જાઉં. આમ દિવસ આખો ક્યાં જતો રહે એની ખબર પડતી નથી.

વાચાળ અને મિલનસાર વ્યક્તિત્ત્વ ધરાવતા એવા નિર્મલા બા સાથે તેમના જમાનાની વાત છેડી તો જાણે ભૂતકાળમાં સરી પડયાં હોય તેમ કહેવા લાગ્યા કે, 'ત્યારે તો પાણીની બહુ તંગી હતી. અત્યારની જેમ નળ ચાલુ કરીએ ને પાણી આવે એવું નહોતું. નળ જ નહોતા.

વાપરવાનું અને પીવાનું બધું જ પાણી કૂવા અને તળાવે ભરવા જવું પડતું હતું. ઘી, દૂધ, અનાજ, શાકભાજી બધું અત્યાર કરતાં ઘણું સારું મળતું હતું. અત્યારે પહેલાં જેવા સ્વાદિષ્ટ શાકભાજી મળતાં નથી. સમયની સાથે બહુ પરિવર્તન આવ્યું છે. આપણે પણ જમાના પ્રમાણે બદલાવું પડે.' તેઓ ખરેખર જમાના પ્રમાણે બદલાયા છે તેથી જ આજે પૌત્ર પૌત્રીના લાડકવાયાં છે.

ગાંઢિયા અને ભજિયા ખાવાના શોખીન એવા બાને ગળી રોટલી, બાજરીના રોટલા અને ભડથું બહુ ભાવે છે. તેઓ બહારનું જમાવા કરતાં ઘરનું જ ગરમ ગરમ જમવાનું પસંદ કરે છે.  સો વર્ષમાં ઘણાં તડકાં અને છાયાં વેઢી ચૂકેલાં નિર્મલા બા પોઝિટીવ એટિટયુટ ધરાવે છે. તેથી કહે છે કે, કોઇપણ પરિસ્થિતિમાં વિચલિત થવું ન જોઇએ. જે થાય એ સારાં માટે થાય છે. બીજું સતત પરિવર્તન આવે છે. સુખ કે દુઃખ કાયમી નથી. તેથી દુઃખમાં ધીરજ ગુમાવવી ન જોઇએ અને ભગવાન પર વિશ્વાસ રાખવો જોઇએ.

Post Comments