Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે ઉત્તરાયણ પર્વથી શુભ મુહૂર્તોની શરૃઆત

- આજે મકરસક્રાંતિ નિમિત્તે વસ્ત્રદાનની સાથે ગુપ્તદાન કરવાનો પણ અનોખો મહિમા

ગાંધીનગર, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાડી મજા લેવાની સાથે શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ દાન પૂણ્ય કરી કષ્ટ કાપવા અંગેનો પણ મહત્વનો દિવસ છે. ઉતરાયણના દિવસથી ધનારક તથા કમૂરતા પૂરા થાય છે, આથી તે દિવસથી શુભ કાર્યો કરવા માટેના મુહૂર્તની શરૃઆત થાય છે. ૧૪મી જાન્યુઆરીના રોજ સૂર્ય દક્ષિણ દિશા છોડી ઉત્તર દિશા તરફ તેમજ સૂર્ય ધનરાશીમાં મકર રાશીમાં પરિભ્રમણ કરવાની શરૃઆત કરે છે, તેને મકરસંક્રાતિ અથવા ઉતરાયણ કહેવામાં આવે છે.

આ દિવસે પતંગ ઉડાડી અથવા ઉંધીયું જલેબી ખાઈને મજા લૂંટવાનો દિવસ નથી. પરંતુ દાન પૂણ્ય કરી કષ્ટ દૂર કરવા અંગેનો પણ મહત્વનો દિસવ છે. ઉતરાયણના દિવસથી ધનારક કે કમૂરતા પૂરા થાય છે, તેમજ જે સારા કાર્ય કરવાના મૂહુર્ત હોય તેની શરૃઆત થાય છે.  આ દિવસે કાળા તલ, શેરડી તથા ગોળ અથવા કાળા તલનાં લાડુ તેમજ વસ્ત્રદાનની સાથે બ્રાહ્મણોને ગુપ્તદાન આપવાનો મહિમા છે.

જેના કારણે પનોતી કે અન્ય કષ્ટોમાંથી મુક્તિ મળે તેવું શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ માનવામાં આવે છે. ઉતરાયણનો દિવસે દેવ મંદિરની બહાર બેસતા ભિક્ષુકોને પણ દાન કરવાનો રિવાજ હોય છે. આ દિવસે ગાયને ઘાસના પૂળા નાંખી પૂણ્ય મેળવવામાં આવે છે. તેમજ ઘઉં, ચોખા તથા મગનું દાન કરાય છે. આમ ઉતરાયણના દિવસે હજારો ભાવિકો પતંગ દોરીની મજા લૂંટવાની સાથે સાથે થોડું ઘણું દાન-પૂણ્ય કમાવાનો લ્હાવો લઈ લે છે.

Post Comments