Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દહેગામ લવાડના યુવાનનો કલેકટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ

- રહેમરાહે નોકરી મળ્યા બાદ છુટા કરી દેવાતાં

- સરકારમાં રજૂઆતો બાદ પણ નોકરીમાં પરત નહીં લેતાં અંતિમ પગલું ભરવાનું નક્કી કરી આવ્યો હતો

ગાંધીનગર, તા. 8 માર્ચ 2018, ગુરૂવાર

રાજય સરકારની નીતિઓ સામે હાલ આત્મવિલોપનની ચિમકીઓ વધી ગઈ છે ત્યારે દહેગામ તાલુકાના લવાડ ગામના યુવાનને રહેમરાહે નોકરીમાં લીધા બાદ છુટા કરી દેવાતાં રજૂઆતો બાદ પણ કોઈ નિવેડો નહીં આવતાં આજે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ અને ફાયર બ્રિગેડે યુવાનને બચાવી તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

ગુજરાતમાં હાલ સરકાર સંવેદનશીલ હોવાનું મુખ્યમંત્રી જાહેર સભાઓમાં બોલતાં હોય છે પરંતુ સરકારની નીતિઓના કારણે હાલ અરજદારો આત્મવિલોપન તરફ વળી રહયા છે તે સરકારની નીતિ સ્પષ્ટ કરી રહયું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા લવાડ ગામના નટવરસિંહ મનહરસિંહ ચૌહાણના પિતાનું અવસાન થતાં તેમને વર્ષ ૧૯૯૩માં જુનિ.કલાર્ક તરીકે નિગમમાં રહેમરાહે નોકરી આપવામાં આવી હતી. ત્યારબાદ એક જ વર્ષમાં તેમની નોકરીનો હુકમ રદ કરવામાં આવતાં તે કોર્ટમાં ગયા હતા અને કોર્ટે વિભાગના હુકમને રદ કર્યો હતો.

ત્યારબાદ તેમને નોકરી ઉપર પરત લેવા માટે છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરતાં હતા પરંતુ સરકારમાં કોઈ તેમનું સાંભળવા તૈયાર નહોતું. નિગમ દ્વારા નોકરીમાં નહીં રાખવાના ત્રણ કારણો બતાવાયા હતા. જેમાં મહેકમનો ઘટાડો, નબળી નાણાંકિય સ્થિતિ તેમજ જુનિ. કલાર્કની જગ્યા ખાલી નહીં હોવાનું જણાવાયું હતું. છેવટે અનેક રજૂઆતો બાદ તેમને નોકરી ઉપર પરત નહીં લેતાં આજે તેમણે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે શરીર ઉપર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

તે પહેલા જ ત્યાં હાજર એલસીબી પીઆઈ જે.ડી.પુરોહિત અને ફાયર બ્રિગેડની ટીમે તેમને બચાવી લઈ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં સારવાર પણ આપવામાં આવી હતી. ત્યારબાદ સાંજના સમયે સે-૭ પોલીસે આ યુવાન અને તેના પરિવારની અટકાયત કરી લીધી હતી. જેને લઈ પરિવારજનોમાં રોષ વધુ ભભુકયો હતો.

Post Comments