Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પુન્દ્રાસણની ગૌચરમાં સંતાડાયેલો વિદેશી દારૃ બિયરનો જથ્થો ઝડપાયો

- પેથાપુર અને સેકટર-ર૧ પોલીસ સ્ટેશનના દારૃના ગુનામાં વોન્ટેડ રીઢા બુટલેગરને પણ પકડી લેવાયો

ગાંધીનગર,તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે શહેર નજીક આવેલા પુન્દ્રાસણ ગામની સીમના ગૌચરમાં સંતાડાયેલો વિદેશી દારૃ અને બિયરના જથ્થાને ઝડપી લીધો હતો અને બુટલેગર સામે ગુનો નોંધી ધરપકડ માટે દોડધામ શરૃ કરી હતી તો અન્ય એક વિદેશી દારૃના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો હતો.

ગાંધીનગર જિલ્લામાં હાલ પ્રોહીબીશનની પ્રવૃતિ આચરતાં બુટલેગરોને ઝડપી લેવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.ડી.પુરોહિત અને ટી.આર.ભટ્ટે પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી દારૃની હેરાફેરી અને વેચાણ કરતા શખ્સોને પકડવા માટે સૂચના આપી હતી જે અંતર્ગત એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હે.કો.રણજીતસિંહને બાતમી મળી હતીકે પુન્દ્રાસણ ગામમાં રામદેવપીર મંદિર પાસે આવેલી ગૌચરની જગ્યામાં મુકેશજી ઉર્ફે ગોકો પ્રહલાદજી ઠાકોર દ્વારા દારૃ અને બિયરનો જથ્થો સંતાડવામાં આવ્યો છે જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં વિદેશી દારૃની છ બોટલ અને બિયરના ૮૦ ટીન મળી આવ્યા હતા.

૧૦૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે મુકેશજી સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો તો બીજી બાજુ તાજેતરમાં જ સે-ર૮ જીઆઈડીસીમાંથી વિદેશી દારૃ સાથે પકડાયેલી કાર અને એલસીબીએ કોલવડામાંથી પકડેલા ૧૦.૫૭ લાખના વિદેશી દારૃના ગુનામાં છેલ્લા ઘણાં સમયથી વોન્ટેડ રીઢા બુટલેગર દિગ્વિજયસિંહ ઉર્ફે દીગો ઘનશ્યામજી ચાવડા રહે.વરસોડા માણસાને પણ એલસીબીની ટીમે ચરેડી ચાર રસ્તા પાસેથી ઝડપી પાડયો હતો. જીઆઈડીસી જ્યારે પોલીસે દારૃ ભરેલી કારને ઝડપી હતી ત્યારે પોલીસને જોઈ આ બુટલેગર દીગો નાસી છુટયો હતો.

Post Comments