Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીનગરની RTOમાં એક હજારથી વધુ RC બુક પેન્ડીંગ

- ૪૮ કલાકમાં ઘરે પહોંચી જવાના દાવા કરતી સરકારના આ તંત્રમાં ૪૮ દિવસે પણ આરસી બુક મળતી નથી

ગાંધીનગર, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે ગાંધીનગર આરટીઓનું ઉદ્ઘાટન કર્યું ત્યારે કહ્યુ હતું કે, સ્પિડ પોસ્ટ મારફતે ૪૮ કલાકમાં લાયસન્સ અને આરસી બુક વાહનમાલીકના ઘરે પહોંચી શકશે પરંતુ મોડેલ ગાંધીનગર આરટીઓના વિહવટથી હાલની સ્થિતિએ ૪૮ દિવસે પણ આરસી બુક વાહનમાલીકોને મળતી નથી. ત્યારે છેલ્લા બેથી ત્રણ મહિનાની એક હજારથી પણ વધુ આરસી બુક પેન્ડીંગ છે.

ગુજરાતમાં ગાંધીનગર આરટીઓને મોડેલ આરટીઓ બનાવીને અહીં કરવામાં આવતા અખતરા અન્ય જિલ્લાની આરટીઓ કચેરીમાં અપનાવવામાં આવે છે. ત્યારે ગાંધીનગર આરટીઓ છેલ્લા ઘણા વખતથી ભ્રષ્ટાચાર ઉપરાંત અહીં લેવામાં આવતા નિર્ણયોના કારણે પંકાઇ ગઇ છે.

અગાઉ ઇન્સ્પેક્ટર અને એક એજન્ટ લાંચ લેતા રંગેહાથ પકડાઇ ગયા હતા તો ગઇકાલે ક્લાર્કની રાતોરાત બદલી કરી દેવામાં આવતા કર્મચારી રોષે ભારાયા હતા અને કામગીરી છોડીને બેસી ગયા હતા. ત્યારે અધિકારીઓ દ્વારા ફોર વ્હિલરના વાહનોના રજીસ્ટ્રેશનને પ્રાધાન્ય આપવાની સુચના આપવાને કારણે ગાંધીનગર આરટીઓમાં ટુ વ્હિલર વાહનોનું રજીસ્ટ્રેશન પડતર હતું તો હવે આરસી બુકનો પણ ભરાવો થઇ ગયો છે.

નવા વાહનોની બુક, ડુપ્લીકેટ આર.સી. બુક, ટ્રાન્સફર કરાયેલા વાહનોની, લોન દાખલ કે કેન્સલ કરાયેલી હોય તેની નવી બુક, જુના વાહનોના રેફરન્સ માટેની બુક, નોન યુઝ વાહનોની બુક તેમજ સી.એન.જી. કીટ કરાયા બાદના વાહનોની આર.સી. બુક વાહન માલિકોને આપવાની હોય છે.

પરંતુ હાલ પ્રિન્ટીંગ મશીનની કેપેસીટી ઓછી હોવાના કારણે તેમજ સોફટવેરમાં અવાર નવાર ખામી સર્જાવાના પગલે આરસી બુકની કામગીરી ઉપર અસર પડે છે અને સમયસર આ આરસી બુક ડિસ્પેચ થઇ શકતી નથી જેના કારણે હાલની સ્થિતિએ ગાંધીનગર આર.ટી.ઓમાં એક હજારથી પણ વધુ આર.સી. બુક પેન્ડીંગ છે ત્યારે આ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

Post Comments