Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાહુલ ગાંધી આજે ચિલોડાથી ઉત્તર ગુજરાતના પ્રચારનો પ્રારંભ કરશે

- ચિલોડા સર્કલ પાસે જનમેદનીનો સંપર્ક કરીને નવર્સજન યાત્રા શરૃ કરશે : છાલામાં રાહુલ ગાંધી પાંચ હજારથી

ગાંધીનગર, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થયાંની સાથે જ ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રચાર મેદાનમાં ઉતરી ગયાં છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર અને આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતમાં સભા સંબોધવાના છે ત્યારે રાહુલ ગાંધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રચાર કર્યા બાદ આવતીકાલે સવારે ચિલોડાથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે. ચિલોડામાં જનમેદની દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ રાહુલ ગાંધી અંબાજી જવાના નીકળશે તે પહેલાં છાલામાં પાંચ હજાર જેટલાં કાર્યકરોને સંબોધશે.

શિયાળાની વધતી જતી ઠંડી વચ્ચે ચૂંટણીલક્ષી રાજકારણનો ગરમાવો પણ વધતો જાય છે. ભાજપ તરફથી પ્રાદેશિક અને કેન્દ્રીય નેતાઓએ પ્રચારનું બિડું ઝડપ્યું છે ત્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જનસંપર્ક તથા સભાઓ કરીને મતદારોને રીઝવવા મથી રહ્યાં છે. જે અંતર્ગત બીજા તબક્કામાં જ્યારે ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતની ચૂંટણી છે ત્યારે તે તરફ પણ હવે કોંગ્રેસે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેને લઇને આવતીકાલથી રાહુલ ગાંધી ગાંધીનગરના ચિલોડાથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારનો વિધિવત પ્રારંભ કરશે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી આવતીકાલે શનિવારે સવારે અમદાવાદ સ્થિત એરપોર્ટ ઉપર ઉતરશે ત્યારબાદ કોબા હાઇવે થઇને રક્ષા શક્તિ સર્કલથી તેઓ શાહપુર જશે અને ત્યારબાદ વાયા પાલજ - લેકાવાડા તેઓ ૧૦.૪૫ સુધીમાં ચિલોડા સર્કલ આવી જશે અને ત્યાં જિલ્લા કોંગ્રેસ સહિત પ્રદેશ કોંગ્રેસ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હશે જેમના દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ રાહુલ ગાંધી તેમની કારમાંથી ઉતરીને નવ સર્જન યાત્રાની બસમાં બેસશે અને તેઓ સાબરકાંઠા જવા રવાના થશે જ્યાં રસ્તામાં ૧૧.૧૦ કલાકની આસપાસ ગાંધીનગર જિલ્લાના છાલા ગામના પાટીયા પાસે પણ રાહુલ ગાંધી ઉભા રહેશે.

અહીં ઉપસ્થિત પાંચ હજાર જેટલા કાર્યકરો અને ગ્રામજનોને તેઓ ૧૦ મિનિટ સંબોધશે તેમ જાણવા મળ્યું છે. ચિલોડા અને છાલા બાદ રાહુલ ગાંધી પ્રાંતિજ, મેથાપુર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મામાં જશે જ્યાં પણ તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાહુલ ગાંધી સ્થાનિક નેતાઓ સાથે મિટીંગ કરશે અને ખેડબ્રહ્મામાં જાહેર સભા પણ કરશે. સાંજ બાદ રાહુલ ગાંધી સાબરકાંઠો જિલ્લો છોડી દેશે અને બનાસકાંઠામાં પ્રવેશશે જ્યાં હાડદમાં તેમનું સ્વાગત કરવામાં આવશે. રાત્રે અંબાજી પણ તેઓ જશે અને ડી.કે.ત્રિવેદી સર્કલે તેમનંુ સ્વાગત કરવામાં આવશે.

ટ્રાફિકના પ્રશ્નોને લઇને રાહુલ ગાંધીના રૃટનું ડાઈવર્ઝન કરાયું
એરપોર્ટથી શાહપુર સર્કલ થઇને કાફલો વાયા પાલજ-લેકાવાડા બાદ ચિલોડા સુધી પહોંચશે

ગાંધીનગર, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર
ચિલોડાથી કોંગ્રેસ દ્વારા ઉત્તર ગુજરાતમાં નવસર્જન યાત્રાનો આવતીકાલથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ચિલોડાથી રાહુલ ગાંધી દ્વારા આ યાત્રા શરૃ કરવામાં આવનાર છે. તે પહેલાં આવતીકાલે શનિવારે સવારે રાહુલ ગાંધી એરપોર્ટ ઉતરશે ત્યારબાદ રીંગ રોડ થઇને તેમને ચિલોડા લઇ જવાના હતાં. પરંતુ સિક્યોરીટી તેમજ ટ્રાફિકના પ્રશ્નને લઇને રાહુલ ગાંધીના રૃટને ડાયવર્જન આપવામાં આવ્યું છે. હવે એરપોર્ટથી કોબા હાઇવે થઇને રાહુલ ગાંધીનો કાફલો રક્ષાશક્તિ સર્કલ એટલે કે શાહપુર સર્કલે આવશે અને ત્યાંથી શાહપુર - પાલજ - લેકાવાડા થઇને રાહુલ ગાંધી સવારે ૧૦.૪૫ કલાકે ચિલોડા પહોંચશે.

Post Comments