Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૭૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ 'નેક્ષ્ટ'ની પરીક્ષાનો વિરોધ કર્યો

- ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સ્થિત મેડિકલ કોલેજના

- કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણય સામે કાળા કપડા પહેરીને દેખાવો કર્યા

ગાંધીનગર, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

એમબીબીએસની ડિગ્રી બાદ પણ પ્રાઇવેટ પ્રેક્ટીસ માટે નેક્ષ્ટની એક્ઝામ ફરજિયાત કરવામાં આવી છે જેનો સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્યણ સામે ગાંધીનગર મેડિકલ કોલેજના ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ દેખાવો કર્યા હતા. કાળા કપડા પહેરી પ્લેકાર્ડ સાથે કેન્દ્ર સરકાર વિરૃધ્ધમાં સુત્રોચ્ચારો પણ કર્યા હતા.

આ અંગે ગાંધીનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, એમબીબીએસના પાંચ વર્ષ પુર્ણ થયા બાદ પ્રાઇવેટમાં પ્રેક્ટીસ માટે ડોક્ટર્સને 'નેક્ષ્ટ'ની પરીક્ષા ફરજીયાત પાસ કરવી પડશે તેવો નિર્ણય  કેન્દ્ર સરકારના આરોગ્ય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. તો બીજીબાજુભારત બહારથી એમબીબીએસની ડિગ્રી મેળવનાર વિદ્યાર્થી હવે કોઇ પણ ટેસ્ટ આપ્યા વગર પ્રેક્ટીસ કરી શકે છે સરકારની આ બેધારી નીતિનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે.

હાલ મેડિકલ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઇ રહી છે. એટલુ જ નહીં, કેન્દ્ર સરકારના આ નિર્ણયને પાછો ખેંચવા માટે ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ પણ આજે કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શીત કર્યો હતો. એટલુ જ નહીં, ગાંધીનગર મેડિકલ કોલેજના કેમ્પસમાં એક સાથે ભેગા થઇને વિવિધ પ્લેકાર્ડ સરકારના પ્રતિનિધીઓને બતાવવામાં આવ્યા હતા અને ઉગ્ર દેખાવો પણ કર્યા હતા.

કેન્દ્ર સરકાર વિરૃધ્ધના સુત્રોચ્ચારો અને બેનરો સાથે મોટી સંખ્યામાં સ્ટુડન્ટ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે આયુર્વેદિક કે હોમિયોપેથીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવ્યા બાદ પ્રાઈવેટ પ્રેકટીસ માટે કોઈ પરીક્ષા આપવી પડતી નથી તેવી સ્થિતિમાં ફકત મેડીકલના વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થઈ રહયો છે તેનો દેશ વ્યાપી વિરોધ થઈ રહયો છે.

Post Comments