Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સે-૧૯ના સ્વીમીંગ પુલમાં હાર્ટએટેકથી યુવાનનું મોત

- પિતાપુત્ર દરરોજ સ્વીમીંગ પુલમાં આવતાં હતા:પિતાની નજર સામે જ ઘટના બની

ગાંધીનગર, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

ગાંધીનગર શહેરના સે-૧૯માં આવેલા જીમખાનાના સ્વીમીંગ પુલમાંઆજે સવારના સમયે સ્વીમીંગ કરતાં સમયે યુવાનને હાર્ટ એેટેક આવતાં તેને બહાર કાઢી સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો પરંતુ તેનુ મોત નીપજયું હતું.આ અંગે સે-ર૧ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ હતી.

ગાંધીનગર શહેરના સે-૧૯માં આવેલા સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ કોચ એવા કાંતિભાઈ ઉપાધ્યાયની સાથે તેમનો ૪૩ વર્ષીય પુત્ર ચેતન પણ દરરોજ સ્વીમીંગ માટે આવતો હતો. આજે પણ નિત્ય ક્રમ મુજબ પિતા પુત્ર જીમખાના સ્વીમીંગ પુલમાં સ્વીમીંગ કરવા આવ્યા હતા દરમ્યાન બન્નેએ સાથે સ્વીમીંગ કર્યું હતું. ત્યારબાદ બન્ને બહાર આવી ગયા હતા.

જો કે થોડા સમય પછી ચેતનભાઈ સ્વીમીંગ કરવા માટે પુલમાં ઉતર્યા હતા. તે દરમ્યાન જ અચાનક તેમને હાર્ટ એટેક આવી ગયો હતો. જેથી ત્યાં હાજર સૌ હેબતાઈ ગયા હતા અને તેમને સારવાર માટે તુરંતજ ગાંધીનગર સિવિલ હોસ્પીટલ ખસેડયા હતા પરંતુ ફરજ ઉપરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાના પગલે પરિવારમાં પણ ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી. આ ઘટના અંગે સે-ર૧ પોલીસને જાણ કરાતાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૃ કરી છે.

Post Comments