Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીનગર જિલ્લામાં મચ્છરજન્ય રોગના દર્દીઓમાં વધારો નોંધાયો

- ડેન્ગ્યુના કેસ હવે વધવાની દહેશત

- સિવિલમાં જ ફક્ત સાત દિવસમાં મેલેરિયાના ૩૨ દર્દીઓ નોંધાયા જ્યારે ડેન્ગ્યુના આઠ કેસ

ગાંધીનગર, તા. 9 ઓક્ટોબર 2017, સોમવાર

ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચોમાસુ વિધિવત રીતે ક્યારનું પુરુ થઇ ગયું છે તેમ છતાં મેલેરિયાએ હવે માથું ઉંચક્યું છે જેના કારણે આરોગ્ય તંત્રની ચિંતા વધી છે ગાંધીનગર સિવિલમાં એક અઠવાડીયામાં ૩૨ કેસ નોંધાયા છે જ્યારે ડેન્ગ્યુના આઠ દર્દીઓ મળી આવ્યા છે. આગામી દિવસોમાં ડેન્ગ્યુના કેસ વધવાની શક્યતાઓ પણ રહેલી છે ત્યારે તંત્ર દ્વારા પાણીના પાત્રોની ચકાસણી કરીને તેમાં પોરાનાશક કામગીરીને પણ વેગ આપવામાં આવ્યો છે.

ચાલુ વર્ષે મચ્છરજન્ય એટલે કે મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયાના દર્દીઓ વધશે તેવી વિશ્વ આરોગ્ય સંસ્થાનો રીપોર્ટ હતો જેને લઇને રાજ્યના આરોગ્ય વિભાગે આગોતરુ આયોજન કર્યું હતું. જેના ભાગરૃપે ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચોમાસુ શરૃ થાય તે પહેલાં હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો હતો અને પાણી ભરાઇ રહે તેવી જગ્યાઓ તેમજ પાણીના પાત્રો ચકાવવામાં આવ્યા હતા.

આ સાથે શંકાસ્પદ દર્દીઓનું સ્ક્રેનીંગ પણ કરવામાં આવ્યું હતું. જેને લઇને અન્ય જિલ્લાઓ કરતાં ગાંધીનગરમાં મેલેરિયાના કેસ ઓછા મળ્યાં હતાં. તો હવે જ્યારે ચોમાસુ વિધિવત રીતે પુર્ણ થઇ ગયું છે ત્યારે છેલ્લા અઠવાડીયાથી મેલેરિયાએ માથું ઉંચક્યું હોય તેમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આંકડા ઉપરથી લાગી રહ્યું છે.ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા અઠવાડીયા દરમિયાન કુલ ૩૨ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે.

જો કે આ દર્દીઓ એક જ વિસ્તારના નથી પરંતુ છુટા છવાયા કેસ મળી આવ્યા છે. તો સાત દિવસમાં ડેન્ગ્યુના આઠ દર્દીઓ નોંધાયા છે. ત્યારે આગામી દિવસોમાં એટલે કે ડિસેમ્બર શરૃ થાય તે પહેલાં ગાંધીનગર જિલ્લામાં ડેન્ગ્યુના કેસ વધશે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિષ્ણાંતોના આ અભિપ્રાયના પગલે સંવેદનશીલ વિસ્તારમાં ખાસ ડ્રાઇવ ચલાવીને પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે.

Post Comments