Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાયકલ શેરીંગ પ્રોજેક્ટમાં ત્રણ જ મહિનામાં ૬૦ હજાર યુઝર્સ

- ગુડા દ્વારા નવા સ્ટેન્ડ સાથે વિસ્તારાયેલા

- નવી ૧૦૦ સાયકલો વધારવાની સાથે ટુંક સમયમાં ૩૦ સ્ટેન્ડ કાર્યરત થઈ જશેઃઓનલાઈન બુકીંગ પણ વધ્યું

ગાંધીનગર, તા. 3 જાન્યુઆી 2018, બુધવાર

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પર્યાવરણ બચાવવાની સાથે ઈંધણ પણ બચાવવાના હેતુથી તેમજ લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સાયકલ શેરીંગ પ્રોજેકટ શરૃ કરવામાં આવ્યો હતો. જેનું ધીરેધીરે વિસ્તાર પણ થઈ રહયો છે ત્યારે છેલ્લા ત્રણ જ મહિનામાં ૬૦ હજાર લોકોએ તેનો લાભ લીધો છે. રોજીંદા ૯૦૦થી વધુ લોકો સાયકલ શેરીંગ પ્રોજેકટમાં જોડાઈ રહયા છે. તેનું ઓનલાઈન બુકીંગ પણ થઈ રહયું છે. હાલ પ૦૦ સાયકલ સાથે ર૮ સ્ટેન્ડ કાર્યરત છે. આગામી સમયમાં વધુ ૧૦૦ સાયકલોનો આ પ્રોજેકટમાં ઉમેરો પણ કરવામાં આવનાર છે.  

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં હરીયાળીને બચાવવાની સાથે પ્રદુષણ ઘટાડવા અને લોકોની સુખાકારી માટે ગુડા દ્વારા માર્ચ-ર૦૧૬માં ૧૦૦ સાયકલઅને દસ સ્ટેન્ડ સાથે સાયકલ શેરીંગ પ્રોજેકટ શરૃ કરવામાં આવ્યો હતો. જો કે આ પ્રોજેકટને ધીરેધીરે સફળતા મળતાં તેને સમગ્ર ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગુડા વિસ્તારોમાં પણ વિસ્તારવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

હાલ ર૮ સ્ટેન્ડ સાથે આ પ્રોજેકટમાં પ૦૦ સાયકલ કાર્યરત છે ગત ત્રણ મહિનાથી આ પ્રોજેકટને ધાર્યા કરતાં વધુ સફળતા મળી રહી હોવાનું જાણવા મળી રહયું છે. કેમકે ત્રણ જ મહિનામાં ૬૦ હજારની વધુ લોકોએ આ સાયકલોનો ઉપયોગ કર્યો છે. ગુડા દ્વારા હવે એપ્લીકેશન મારફતે જ સાયકલોનું બુકીંગ કરવામાં આવે છે અને કોઈપણ વ્યક્તિ દસ મીનિટ પહેલા કોઈપણ સ્ટેન્ડ ઉપર પોતાની સાયકલ બુક કરી શકે છે.

સવારના સમયે દસ વાગ્યા સુધી સાયકલો ફ્રી આપવામાં આવી રહી છે જેના કારણે વહેલી સવારથી જ લોકોનો ઘસારો જોવા મળી રહયો છે. ગુડાના ચેરમેન આશિષ દવેએ જણાવ્યું હતું કે પીડીપીયુ અને કુડાસણ ખાતે નવા બે સ્ટેન્ડ પણ ઉભા કરવામાં આવનાર છે. તો નવી ૧૦૦ જેટલી સાયકલો પણ આ પ્રોજેકટમાં સામેલ કરવામાં આવશે. લોકોના મળી રહેલા સારા પ્રતિસાદના કારણે સાંજના સમયે પણ ફ્રી સાયકલના સમયમાં વધારો કરવાની વિચારણા પણ હાથ ધરવામાં આવી છે. સાયકલ શેરીંગ પ્રોજેકટની ઓનલાઈન એપ્લીકેશનમાં ૬૪ ટકાથી વધુ લોકોએ તેને ફાઈવ સ્ટાર રેટીંગ પણ આપ્યું છે.
 

Post Comments