Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GEBમાં ૩૩ મહિનામાં ૭,૫૫૫ મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન

- ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનના પાંચમાંથી પ્રથમ બે યુનિટ ૨૦૧૬થી બંધ કરી દેવાયાં

ગાંધીનગર, તા. 8 માર્ચ 2018, ગુરૂવાર

ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનમાં પાંચ યુનિટ દ્વારા વીજ ઉત્પાદન કરવામાં આવે છે. જેમાં પ્રથમ બે યુનિટ વર્ષ ૨૦૧૬ના સપ્તેમ્બર માસથી નિવૃત્ત એટલે કે બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ યુનિટ મારફતે વીજ ઉત્પાદન કરવામાં આવે છે. છેલ્લા ૩૩ મહિનામાં ગાંધીનગર જીઇબીમાં આ ત્રણ યુનિટ મારફતે ૭,૫૫૫ મિલિયન યુનિટ્સ વીજ ઉત્પન્ન કરવામાં આવી છે.

આ અંગે વિધાનસભામાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડો.સી.જે.ચાવડા દ્વારા પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. જેના જવાબ ઉર્જા મંત્રીએ લેખિતમાં આપ્યો હતો. આ જવાબ પ્રમાણે ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશનમાં તા.૩૧ ડિસેમ્બર ૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા ૩૩ મહિનામાં કુલ ૭૫૫૫  મિલિયન યુનિટ્સ વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૫-૧૬માં ૨૭૩૧ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન કરાયું હતું. જ્યારે વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૧૭૨ મિલિયન યુનિટ્સ વીજળી ઉત્પન્ન કરાઇ હતી. તો વર્ષ ૨૦૧૭-૧૮માં એપ્રિલથી ડિસેમ્બર સુધીના નવ મહિનામાં ૨૬૫૧ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે.

આમ છેલ્લા ૩૩ મહિનામાં કુલ ૭૫૫૫ મિલિયન યુનિટ્સ વીજળી ઉત્પન્ન કરવામાં આવી છે. તો અન્ય પેટાપ્રશ્નના જવાબમાં ઉર્જામંત્રીએ જણાવ્યંુ હતું કે, ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન વીજ ઉત્પાદન માટે ઉપલબ્ધ છે પરંતુ વીજ ઉત્પાદનનો સંગ્રહ અહીં શક્ય નથી અને ઉત્પાદન સમયે તેનો વપરાશ કરવો જરૃરી છે. જેથી વીજ ઉત્પાદન જે તે સમયના વપરાશ અને માંગને આધારીત હોય છે. ત્યારે કેટલાક આકસ્મિક સંજોગો ઉપરાંત વીજ નીયમન આયોગની માર્ગદર્શીકા પ્રમાણે પાવર સ્ટેશનના કેટલાક યુનિટો હંગામી ધોરણે બંધ રાખવા પડે છે. જ્યારે ગાંધીનગર જીઇબીના પાંચ પૈકી બે યુનિટ  તા.૩ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ સેવા નિવૃત્ત કરવામાં આવ્યા છે. જેથી આ બે યુનિટ ઉપર વીજ ઉત્પાદન કરવામાં આવતું નથી.

Post Comments