Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પોલીસે સે-રર અને માણસાના સમૌમાંથી વિદેશી દારૃ ઝડપ્યો

- જિલ્લામાં ચૂંટણીલક્ષી દારૃ પકડવાનો સિલસિલો યથાવત્

- વિદેશી દારૃ અને બિયરના જથ્થા સાથે કુલ ૭૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ પકડાતાં બુટલેગરોમાં ફફડાટ

ગાંધીનગર, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી ટાણે પોલીસ દ્વારા વિદેશી દારૃ પકડવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે જે અંતર્ગત ગાંધીનગર શહેરના સે-રર ખાતેથી એકટીવા ચાલકને વિદેશી દારૃની  ર૪ બોટલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે માણસા પોલીસે સમૌમાં ખેતરમાંથી વિદેશી દારૃની ૧પ બોટલ ઝડપી પાડી હતી અને ફરાર શખ્સની શોધખોળ શરૃ કરી છે. પોલીસની આ ઝુંબેશના કારણે બુટલેગરોમાં ભારે દોડધામ મચી છે.

ગાંધીનગર  જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણ, માણસા, કલોલ અને દહેગામમાં તા.૧૪મી ડીસેમ્બરે ચૂંટણી યોજાવાની છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા દારૃ બિયર પકડવા માટે ખાસ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. છેલ્લા પંદર દિવસમાં લાખ્ખો લીટર દેશી દારૃ અને વિદેશી દારૃની બોટલો પકડી પાડવામાં આવી છે ત્યારે આ પ્રોહીબીશન ડ્રાઈવ હજુ પણ ચાલુ જ રાખવામાં આવી છે જે અંતર્ગત આજે ગાંધીનગર શહેરના સે-રરના પંચદેવ મંદિર પાસે એક શખ્સ વિદેશી દારૃની બોટલો સાથે એકટીવા ઉપર આવવાનો હોવાની બાતમીના આધારે ગાંધીનગર એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી અને મુકેશ રમણલાલ પ્રજાપતિ રહે.બી.૨/એફ, કૈલાસધામ એપાર્ટમેન્ટ, સે-૧પને વિદેશી દારૃની ર૪ બોટલ અને બિયરના બે ટીન મળી એકટીવા સાથે ૭૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.

આ વિદેશી દારૃ ભિલોડાના સમીર નામના શખ્સ પાસેથી લીધો હોવાની માહિતીના આધારે પોલીસે તેની શોધખોળ શરૃ કરી છે. બીજી બાજુ માણસા પોલીસે સમૌ ગામમાં પ્રદિપજી નવુજી ચાવડાને ત્યાં દરોડો પાડી વિદેશી દારૃની ૧પ બોટલ જપ્ત કરી હતી અને પ્રદીપસિંહની શોધખોળ આદરી છે. જિલ્લામાં પોલીસે શરૃ કરેલી દારૃ પકડ ઝુંબેશના કારણે બુટલેગરોમાં રીતસર ફફડાટ ફેલાયો છે. જેમજેમ ચૂંટણી નજીક આવશે તેમ આ ડ્રાઈવ વધુ તેજ બનાવવામાં આવશે.

Post Comments