Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જિલ્લા પોલીસને આત્મવિલોપન કરવાની પ૩થી વધુ અરજી મળી

- ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર શરૃ થયું ત્યારથી

- કુલ ર૧પથી વધુ વ્યક્તિઓએ પડતર માંગણીઓ સંદર્ભે ચિમકી ઉચ્ચારીઃપોલીસ અને ફાયર બ્રિગેડ ૫ણ સ્ટેન્ડ ટુ

ગાંધીનગર, તા. 8 માર્ચ 2018, ગુરૂવાર

રાજ્યમાં સરકાર સાથે વિવિધ માંગણીઓ સંદર્ભે હવે આત્મવિલોપનની ધમકી આપવાનો ટ્રેન્ડ શરૃ થયો છે. પાટણમાં કલેકટર કચેરી ખાતે દલીત આગેવાને આત્મવિલોપન કરી લીધા બાદ ગાંધીનગર જિલ્લામાં પણ વિધાનસભા સત્ર શરૃ થતાંની સાથે જ પડતર માંગણીઓ સંદર્ભે આત્મવિલોપનની ધમકી સાથે અરજીઓ મળી રહી છે જેમાં છેલ્લા વીસ દિવસમાં પ૩થી વધુ અરજીઓમાં ર૧પ લોકોએ આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે. જેને લઈ પોલીસ એલર્ટ મોડ ઉપર મુકાઈ છે. આ સ્થિતિને લઈ સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસની સાથે ફાયર બ્રિગેડને પણ સ્ટેન્ડ ટુ કરવામાં આવ્યું છે.

સરકારી કચેરીઓમા કોઈ પણ કામ કઢાવવા કે પોતાની પડતર માંગણીઓ પુરી કરવા માટે અરજદારો પગથિયા ઘસી નાંખતા હોય છે તેમ છતાં તેમની સમસ્યાનો કોઈ નિવેડો આવતો નથી. છેવટે તમામ જગ્યાએ રજુઆત બાદ પણ સમસ્યાનો અંત નહીં આવતાં આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારવામાં આવે છે. રાજ્યના પાટણ જિલ્લાની કલેકટર કચેરી ખાતે દલીત આગેવાન ભાનુભાઈ વણકરની રજુઆતો સંદર્ભે તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું જેથી તેમણે કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરી લેતાં મોતને ભેટયા હતા અને પરિવારે બે દિવસ સુધી મૃતદેહ નહીં સ્વીકારતાં સરકારે તમામ માંગણીઓ સ્વીકારી લીધી હતી.

વ્યક્તિ હયાત હોય છે ત્યાં સુધી તંત્ર તેમની માંગણીઓ સંદર્ભે ધ્યાન આપતું નથી પરંતુ મૃત્યુ બાદ સફાળુ જાગે છે. ત્યારે આ ઘટના બાદ રાજ્યમાં આત્મવિલોપનની ચિમકી આપવાની ઘટનાઓમાં વધારો થઈ રહયો છે. ગાંધીનગરમાં હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહયું છે જેના પગલે વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે સંગઠનો અને અરજદારોએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતા પત્ર જે તે વિભાગોમાં લખ્યા છે. જેને ગાંધીનગર પોલીસમાં મોકલવામાં આવ્યા છે. વિધાનસભા શરૃ થયાના વીસ દિવસમાં પ૩ જેટલી અરજીઓમાં કુલ ર૧પ કરતાં વધુ વ્યક્તિઓએ આત્મવિલોપનની ચિમકી આપતાં સરકાર પણ ચિંતીત છે.

જેને લઈ સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસની સાથે ફાયર બ્રિગેડને પણ સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે તો વિધાનસભા ફરતે પણ સઘન સલામતી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આત્મવિલોપનની ચિમકી આપનાર વ્યક્તિઓના અટકાયતી પગલાં પણ લેવામાં આવી રહયા છે. ત્યારે મહત્વની બાબત એ છે કે રાજ્ય સરકાર આ પ્રકારે મળનારી અરજીઓમાં ત્વરિત કાર્યવાહી કરે તો આત્મવિલોપનની ઘટનાઓ બનવા પામે નહીં.

Post Comments