Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શહેરમાં ગુંડાગીરી બેફામ બની નોકરીયાતને ધમકાવી લૂંટયો

- પથિકાશ્રમથી સેક્ટર-૬/૭ વચ્ચેના માર્ગ ઉપર બે શખ્સો લૂંટ ચલાવીને ફરાર થઇ ગયાં

ગાંધીનગર, તા. 3 જાન્યુઆરી 2018, બુધવાર

રાજ્યના પાટનગરમાં વસવાટ કરતાં રહિશો પણ અસુરક્ષિત બન્યા હોય તેમ છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી જવા પામ્યો છે. ત્યારે પથિકાશ્રમ સર્કલથી સેક્ટર-૬/૭ બસ સ્ટેન્ડ વચ્ચેના માર્ગ ઉપર પસાર થતાં નોકરીયાતને સ્કુટર ઉપર આવેલાં બે શખ્સોએ ગાળાગાળી કરીને રોકડ રૃપિયા લૂંટીને ફરાર થઇ ગયાં હતાં.

ગાંધીનગરને રાજ્યનું સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવી રહ્યું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી શહેરમાં પણ અસામાજીક તત્વો બેફામ બન્યા હોય તેમ માર્ગો ઉપર પસાર થતી મહિલાઓ તેમજ યુવતિઓની છેડતી કરી રહ્યાં છે તો રાત્રીના સમયે પસાર થતાં નગરજનોને પણ ધમકાવીને રોકડ રૃપિયાની લુંટ ચલાવી રહ્યાં છે. ત્યારે તાજેતરમાં જ પથિકાશ્રમથી ઘ-૨ તરફ જવાના માર્ગ ઉપર પસાર થતાં સેક્ટર-૭ના રહિશ કે જેવો સેક્ટર-૨૫ જીઆઇડીસીની કંપનીમાંથી ફરજ પુર્ણ કરીને ઘરે જઇ રહ્યાં હતાં. ત્યારે સ્કુટર ઉપર આવેલા બે શખ્સોએ આ રહિશને આંતર્યા હતા અને ગાળાગાળી કરીને તેમનો મોબાઇલ ઝુંટવ્યો હતો પરંતુ તેમાં સફળ ન થતાં તેમને પાકીટમાં રહેલાં રોકડ રકમ લઇને સેક્ટર-૬ તરફ ફરાર થઇ ગયા હતા. જે અંગે આ રહિશે રાત્રીના સમયે ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા પરંતુ ત્યાં પણ યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતાં સવારે તેમને અજાણ્યા શખ્સો વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે. આમ પાટનગરમાં પણ દિનપ્રતિદિન ગુંડાગીરીનો ત્રાસ વધતો જતો હોય તેમ નગરજનો પણ અસુરક્ષિત થઇ રહ્યાં છે.

Post Comments